5 વર્ષની છોકરી 105 મિનિટમાં નોનસ્ટોપ 36 પુસ્તકો વાંચી રેકોર્ડ બનાવ્યો.
ઈશ્વર દરેક વ્યક્તિને કંઈક કંઈક ગુણ આપ્યા જ હોય છે, કારણે કે દરેક વ્યક્તિ કોઈ કળામાં નિપુણ હોય છે.ત્યારે એ કળા દ્વારા વ્યક્તિ જીવનમાં ઘણો આગળ થઈ શકે છે અને અનોખી સિદ્ધિઓ તેમજ પ્રગતિ મેળવી શકે છે. આજે આપણે એક એવી નાની છોકરીની વાત કરવાની છે જેના લીધે તે બહુ જ આગળ નીકળી ગઈ છે અને પોતાના નામે અનોખા રેકોર્ડ બનાવ્યા છે.
આ છોકરી 5 વર્ષની છે, પરંતુ તેના નામે બે વર્લ્ડ રેકોર્ડ છે. ઉલ્લેખનીય છે કે કિયારા કૌર ભારતીય અમેરિકી છે. તે સંયુક્ત અરબ અમીરાત (UAE)મા રહે છે. તેની પાસે પ્રતિભા છે કે તે 105 મિનિટમાં સતત 36 પુસ્તકો વાંચી લે છે. તેના નામે લંડન બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક રકોર્ડ નોંધાયેલા છે.
કિયારા કૌરને શરૂઆતથી જ પુસ્તકો વાંચવાનો શોખ રહ્યો છે. જ્યારે તે અબુ ધાબીમાં નર્સરીમાં હતી ત્યારે તેના એક શિક્ષકે તેની પ્રતિભાને ઓળખી હતી. ત્યારબાદ લોકડાઉન લાગી ગયું અને શાળા બંધ થઈ ગઈ.કિયારાના માતા-પિતાનું કહેવું છે કે તેને પુસ્તકો વાંચવાનું પસંદ છે. તે ગયા વર્ષે એક વર્ષમાં 200 પુસ્તકો વાંચી ચૂકી છે. કિયારના માતા-પિતા ચેન્નાઇના રહેવાસી છે. કિયારાનો જન્મ અમેરિકામાં થયો હતો. તે મોટી થઈને ડૉક્ટર બનવા માંગે છે.