52 વર્ષના રત્નાકારે બે સંતાનોની વિધવા સ્ત્રી સાથે કર્યા લગ્ન.
આજના સમયમાં દરેકને પોતના જીવનમાં સાથીદારની જરુરત હોય છે. એકલવાયું જીવન ક્યારેય કોઈ વિતાવી શકતું નથી. કહેવાય છે ને કે, સમય સાથે દરેક માણસ ક્યારેક એકલો પડી જાય છે અને એકલતા માણસને ખાય છે. આજે આપણે એક એવા જ વ્યક્તિની વાત કરવાની છે જેણે પોતાનું જીવન તો સુખદ બનાવ્યું પરતું સાથો સાથ ત્રણ જીવોનું જીવન પણ સુખમય બનાવ્યું.
હાલમાં જ થોડા દિવસો પહેલા એક સુરતના 52 વર્ષીય ભાઈએ 40 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા! ખાસ વાત છે કે, બે વર્ષ પહેલાં જ આ મહિલા નાં પતિનું અવસાન થઈ ગયું હતું અને ત્યારબાદ તેઓ એકલાવાયુ જીવન વિતાવી રહ્યા હતા અને ને દિકરાઓની જવાબદારી. આપણા સમાજ માં વિધવા સ્ત્રીઓને એટલું સન્નમાન નથી મળતું જેટલું મળવું જોઈએ.
આજના સમયમાં આ ભાઈ સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે. સુરતના રમણિકભાઈ 52 વર્ષના છે તેમની પત્ની સાથે છુટા છેડા થયા બાદ તેઓ એકલા જ પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત આ મહિલા સાથે થઈ અને બને લગ્ન કરવાનું નક્કી કર્યું અને બને પુત્રનોની જવાબદારી ઉઠાવવાનું નક્કી કર્યું.