કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું ભવ્ય રીતે થયું અનાવરણ! ઘર બેઠાં જ દાદાની ઝલક જોવા માટે જુઓ વિડીયો….
આખરે એ દિવસ આવી ગયો છે, જ્યારે દાદાએ ભક્તોને વિરાટ સ્વરૂપે દર્શન આપ્યા છે. વાત જાણે એમ છે કે સમી સાંજે આજ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમાનું અનાવરણ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમયે અતિ ભવ્ય અને દિવ્ય માહોલ જામ્યો હતો અને ચારોતરફ દાદાનો જયઘોષ થયો હતો.
હવે ભક્તો સાળંગપુર ખાતે કિંગ ઓફ સાળંગપુર’: દાદાની 54 ફૂટ ઉંચી પ્રતિમા 7 કિમી દૂરથી પણ દર્શન કરી શકશે. દાદાની મૂર્તિને 5000 વર્ષ સુધી કંઈ જ ન થાય તે રીતે આખી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. ચાલો અમે આપને આ મૂર્તિ અંગે વિશેષતા જણાવીએ કે આખરે આ મંદિરની ખાસિયત શું છે.
તમને જણાવી દઈએ કે મહાબલીનું મુખારવિંદ જ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. જ્યારે કે તેમનો મુગટ 7 ફૂટ ઊંચાઈ અને 7.5 ફૂટ પહોળાઈ ધરાવે છેહનુમાનજીની આ પ્રતિમા 54 ફૂટ ઊંચી છે. જેમાં તેમના હાથની લંબાઈ 6.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે. સંપૂર્ણ સાળંગપુર ધામ 9.17 લાખ સ્કવેર ફૂટ વિસ્તારમાં પથરાયેલું છે. જે પૈકી કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટને પણ 1.35 લાખ સ્કવેર ફૂટ જગ્યામાં વિસ્તારવામાં આવ્યો છે.
વિક્રમ સવંત 1905માં આસો વદ પાંચમના દિવસે બોટાદ જિલ્લાના બરવાળામાં આવેલા સાળંગપુરમાં હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને સમય જતા ખૂબ જ સુંદર મંદિર બનાવવામાં આવ્યું હતું અને આવતી કાલે હનુમાન જન્મોત્સવના શુભ અવસરે ભવ્ય અને વિશાળ ભોજનાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે.