6 માસ ના બાળકે 21 દિવસ મા માતા અને પિતા ની છત્રછાયા ગુમાવી, કારણ જાણી આંખ મા..
સુરત મા એક નાના એવા પરીવાર નો માળો વિખાયો છે પત્ની ના મોત બાદ પતિ નુ પણ મોત થતા માત્ર 6 મહિના નુ બાળક મા બાપ વગર નુ થય ગયુ હતુ.
આ દુખદ ઘટના સુરત ની છે મૂળ રાજસ્થાન ના વતની હાલ સુરતના કામરેજ ખાતે માકણા ગામે રહેતા અશોક ઘાચી સુરતમાં રસોઈયા તરીકે કેટરર્સમાં કામ કરતો હતો. જોકે આજથી દોઢ વર્ષ પહેલાં સમાજની યુવતી સાથે અશોકના લગન થયા હતા. અને એક 6 મહિના નુ બાળક પણ છે 21 દિવસ પહેલા પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની આ આપઘાત કરી લીધો હતો.
પત્ની ના મૃત્યુ બાદ અશોક રાજસ્થાનમાં પત્નીની અંતિમવિધિ પૂરી કરી શુક્રવારે જ સુરત આવ્યો હતો. જયાર થી પત્ની નુ મૃત્યુ થયુ હતુ ત્યાર થી અશોક આઘાત મા સરી પડયો હતો અને સુરત આવ્યા બાદ સમાજ ના લોકો સાથે રહેવા લાગ્યો હતો અને પોતાના 6 માસ ના બાળક ને વતનમાં ભાઈ-ભાભી અને માતા-પિતા પાસે ઉછેર કરવાના વિચાર સાથે વતનમાં મૂકી સુરત આવ્યો હતો.
જોકે પત્નીની મરણ ક્રિયા કરી ચાર દિવસ પહેલાં પછી ગતરોજ અચાનક અશોકને છાતીમાં દુખાવો ઊપડતાં બૂમાબૂમ કરી નાખી હતી. એને લઈ પાડોશમાં રહેતા પરિવારે અશોકને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયા તેમનુ મૃત્યુ થયુ હતુ. 21 દિવસ મા 6 માસ નુ બાળક નોંધારુ બની ગયુ હતુ. અને પોલીસે આ મામલે અકસ્માતે મોતનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.