ચાર ધામની યાત્રા મા ગયેલા 7 ગુજરાતી ના મોત થયા ! બસ ખીણ મા ખાબકે એ પહેલા નો વિડીઓ સામે આવ્યો… હર હર મહાદેવ નો બોલ્યા બાદ…જુઓ વિડીઓ
ઉત્તરાખંડમાં ગુજરાતીઓ ( Gujarati in Uttarakhand )સાથે એવી દુઃખદ ઘટના બની છે, જેના કારણે ગુજરાત શોકમય બન્યું છે. મીડિયા દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, ઉત્તરાખંડનાં ગંગોત્રી હાઈવે પર ભસ ખીણમાં ખાબકી જતા ભયંકર અકસ્માતમાં સર્જાયો. જેના કારણે ગુજરાતનાં ભાવનગર તેમજ મહુવાનાં કુલ 7 લોકોનું મોત થયું છે, જ્યારે 28 થી વધુ મુસાફરોને ઈજાગ્રસ્ત ( Passengers ) થયા છે. આ દુઃખદ અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો.
આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પર ગંગોત્રી યાત્રાધામ (Pilgrimage)થી પરત ફરતી યાત્રાળુઓને કાળ ભરખી ગયો. બનાવ એવો બન્યો કે, બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બેરિયર થી નીચે 100 મીટર ઊંડી ખીણમાં બસ ખાબકી હતી આ દુર્ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે આ મામલે 28 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પોલીસ સ્ટેશન, એસડીઆરએફ અને એનડીઆરએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી
દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું હતું છે કે, 15મી ઓગસ્ટના રોજ ભાવનગરના 35 લોકો ખાનગી ટ્રાવેલ્સ કંપની મારફતે ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. આ યાત્રામાં મોટાભાગના ભાવનગર જિલ્લાના લોકો હતા તેમજ સુરત અને ગુજરાતના અન્ય કેટલાક યાત્રિકો પણ સામેલ હતા.દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે 1 ગીગાભાઈ ભમ્મર રહે.તળાજા , 2.મીનાબેન કમલેશકુમાર ઉપાધ્યાય રહે.દેવરાજનગર, ભાવનગર 3.જોશી અનિરુદ્ધ હસુમખભાઈ રહે. તળાજા, 4. દક્ષા મહેતા રહે.મહુવા , 5.ગણપત મહેતા રહે.મહુવા, 6.કરણ ભાદરી. રહે.પાલિતાણા, 7.રાજેશ મેર રહે. અલંગનું દુઃખદ નિધન થયું છે.
વાયરલ થયેલ વિડીયોમાં તમે જોઈ શકશો કે, દરેક શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથની ભક્તિમાં લિન છે, કોઈપણ વ્યક્તિએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે એક જ પળમાં તેમને કાળ ભરખી જશે. વિડીયો સૌ કોઈ હર હર મહાદેવનો નાદ ગુંજાવી રહ્યા છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો યાત્રાળુઓની અંતિમ યાદીને બની રહ્યો છે. આપણે ઈશ્વરને પાર્થના કરીએ કે મૃતકોની આત્માને શાંતિ મળે તેમજ ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓ જલ્દીથી સ્વસ્થ થઇ જાય.
#ઉત્તરાખંડ અકસ્માત પહેલાનો અંતિમ વીડિયો
અકસ્માત પહેલા શ્રદ્ધાળુઓએ લીધું હતું મહાદેવનું નામ#Bhavnagar #Gujarat #GujaratiNews #uttrakhand #BusAccident #ViralVideos pic.twitter.com/j6SOW3JUG2
— Sanjay ᗪєsai (@sanjay_desai_26) August 21, 2023
આ દુઃખદ ઘટનાને કાટને ગુજરાત રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના સતત સંપર્કમાં છે, તેમજ ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના ફોન 079 23251900 પર સંપર્ક કરી શકાશે.