સુરજ ભુવાજી સહિત 8 લોકોની હત્યા કેસમાં ધરપકડ! ધારા નામની યુવતીની ફિલ્મી ઢબે હત્યા..પુરી ઘટના જાણી હોંશ ઉડી…
ગુજરાતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિટીવી ન્યુઝમાં અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, સૂરજ ભુવાજી અને એક મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરી છે. આ હત્યાનો બનાબ એકદમ ફિલ્મી ઢબ જેવો જ છે. આ ઘટના અંગે અમે આપને વધુ વિગતવાર જણાવીએ કે આખરે કઇ રીતે સૂરજ ભુવાજીએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ.
હાલમાં જ ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત રાજ્યમા ગુમ થયેલ મહિલાઓને શોધવા માટે ડ્રાઇવ ચલાવવામાં આવી હતી અને આ દરમ્યાન જ પાલડી પોલીસમાં જૂનાગઢની ધારા કડીવારની ફરિયાફ નોંધાયેલ હતી. જે એક વર્ષથી ગુમ હતી. ધારાને શોધવા માટે 15 દિવસની ગંભીરતા પૂર્વક તપાસ કર્યા બાદ હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
આ તપાસમાં સામે આવ્યું કે 19 જૂનના રોજ ધારા જૂનાગઢથી પોતાના ઘરેથી નીકળીને સુવાજી અને મિત શાહ સાથે અમદાવાદ ગયેલ અને મિત શાહના ઘરે રોકાયેલ. આ દરમીયાન બીજા દિવસે સૂરજ ભુવાજીએ પાલડીમાં ફરિયાદ નોંધારેલ કે ધારા પોતાનો સામાન લઈને ઘરેથી ચાલી ગઈ છે.
સૂરજ ભુવાજીએ જણાવ્યું હતું કે ધારાએ મેસેજ કર્યો હતો કે
મને શોધવાની કોશિશ ન કરતા હું તમારા જીવનમાંથી હંમેશા માટે જાવ છું અને પોલીસના લફડામાં પણ પડતા નહીં. એક તરફ સૂરજ ભુવાજીએ ફરિયાદ નોંધાવી એના એક મહિના બાદ ધારાના ભાઈએ પણ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મારી બહેન છેલ્લે સુરજ ભુવાજીની સાથે નીકળી હતી, જે ગુમ થઈ ગઈ છે. તેનો કોઈ અતોપતો નથી.
ડ્રાઇવ અંતગર્ત પોલીસે સંઘન તપાસ કરી જેમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. તપાસ દવારા જાણવા મળ્યું હતું કે તા.19 જૂનના રોજ ધારાને ફોસલાવીને મીત શાહ અને સૂરજ ભુવાજી ચોટીલા લઈ ગયા અને રાત્રે ભોજન કર્યા બાદ ભુવાજી ધારાને પોતાના મૂળ ગામ વાટાવચ્છ ખાતે લઈ ગયા હતા.
ગામે જતી વખતે મિતને ધારા સાથે બોલાચાલી થઈ અને આ દરમિયાન જ મિતે દુપટાથી ધારાને ગળાટૂપો દઈને હત્યા કરી નાંખી. મૃતદેહને ઠેકાણે લગાવવા ધારાના મૃતદેહને નજીકની અવાવરુ જગ્યાએ લઈ જઈને લાશને સળગાવી દિધી. આ ઘટના બાદ સૂરજ ભુવાજી અને મીત શાહે આ ધારા ફરાર થઈ હોવાનુ નાટક કર્યુ હતું. જેમાં મીતની માતા, મીતના ભાઈએ પણ સાથે આપ્યો હતો.
પોલીસને ગુમરાહ કરવા માટે મિતની માતાએ યુવતીના કપડા પહેરીને પાલડીમાં ફેરવામાં આવી હતી. જેથી લોકોને એમ લાગે કે આ એજ યુવતી છે અને તે ભાગી ગઈ છે અને સૂરજ ભુવાજીએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી દિધી પણ કહેવાય છેને કે પાપનો ઘડો છલકાઈ જાય છે. આખરે પોલીસે આ હત્યા કાંડનો ભેદ ઉકેલી કાઢ્યો.
આ કેસમાં પોલીસે સૂરજ ભુવાજી અને તેના ભાઈ યુવરાજ સહિત ગુંજન જોશી, મુકેશ સોલંકી,સંજય સોહલિયા,જુગલ શાહ ,મીત શાહ અને મોના શાહની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ધરવામાં આવશે.હાલમાં આ ઘટનાને પગલે ગુજરાતમાં ચકચાર મચી ગયો છે. ખરેખર આ ઘટના સૌ કોઈ માટે આશ્ચય જનક છે.