90 ફુટ ઊંડા બોરવેલ મા પડ્યો 4 વર્ષનો બાળક, 20 કલાંક સુધી
ઝાલોર ના લાછડી ગામા એક અજીબ ઘટના બની હતી જયા એક 4 ચાર વર્ષ નો બાળક 90 ફુટ ઊંડા બોરવેલ મા પડી ગયો હતો.
અવારનવાર ગામડા મા આ પ્રકાર ની ઘટના ઘણી વખત બનતી હોય છે આવી જ ઘટના લાછડી ગામે પણ બની હતી જેમાં 6 મે ગુરુવારે સવારે 10 ક્લાકે નાગારામનો 4 વર્ષનો બાળક અનિલ રમતા-રમતા બોરવેલ પાસે આવ્યો હતો અને તેના પર મૂકવામાં આવેલી લોખંડની તગારી હટાવીને તેમાં જોવા લાગ્યો હતો અને પગ લપસતા બાળક ના બોરવેલ મા પડી ગયો હતો બાદ પરીવાર ને જાણ થતા તંત્ર ને જાણ થય હતી અને બાદ વહીવટી તંત્ર અને એસડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
એસડીઆરએફએ ગુરુવારથી બાળકને કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. એક નળી દ્વારા બાળકને ઓક્સિજન પહોંચાડવામાં આવતો હતો. તે જ સમયે એસડીઆરએફે થાવા માટે દોરડાની મદદથી બાળક સુધી બિસ્કિટ અને પીવા માટે પાણીની બોટલ પહોંચાડી હતી. બોરવેલમાં ફસાયેલા બાળકના વિઝ્યુઅલ પણ બહાર આવ્યા હતા. જેમાં બાળક સલામત મળી આવ્યો હતો. મોડી રાત્રે બચાવ કામગીરી બાદ બાળકને સલામત બહાર કાઢવામાં આવ્યો છે.