સોશીયલ મીડીયા પર હાલ આ ગુજરાતી હિરોઈન ધુમ મચાવે છે , જુવો ફોટોસ
અભિનયની દુનિયામાં કોઈપણ પરિવારનું સભ્ય ન જોડાયેલું ન હતું છતાંય પણ એક એવી યુવતીજે ફેસબુકના માધ્યમથી ગુજરાતી સીનેમાની લોકપ્રિય અભિનેત્રી બની છે.ખરેખર આ વાત ખુબ જ સરહાનીય છે. આજે આ અભિનેત્રી અનેક લોકોના હ્દયમાં પોતાનું અનેરું સ્થાન બનાવી ચુકી છે. ગુજરાતી સીનેમાં અનેક અભિનેત્રીઓ આવી છે પરંતુ જીલ જે સફળતા મેળવી એ ખુબ જ આશ્ચયજનક હતી કારણ કે તેને અભિનય સાથે કોઈપણ લેવા દેવા ન હતો છતાંય પણ તેમના જીવનમાં એવો વળાંક આવ્યો કે તે ગુજરાતી સીનેમાં ની લોકરપીય અભિનેત્રી બની ગઈ.ચાલો એક નજર કરીએ તેના અંગત જીવન વિષે.
આપણે વાત કરી રહ્યા છે, જીલ જોશી ની જેમનો જન્મ 18 જુલાઈ 1995માં પાટણ શહેરમાં થયો હતો.તેમને કોલેજ સુધી અભ્યાસ કર્યો અને તેમના પરિવાર બે ભાઈઓ અને એક બહેન છે અને તેમના પરિવારમાં કોઈપણ અભિનયની કારકિર્દી સાથે કોઈ લેવા દેવા ન હતી. કહેવાય છે ને કોઈ આવડત ભગવાન આપે છે.જીલ જોશી પહેલે થી જ નાટકોમાં કામ કરતા હતા અને સમય જતા એ ફેસબુકના માધ્યમથી અભિનેતા અને અભિનેત્રીઓ સાથે જોડાતા ગયા અને આ માધ્યમથી જ કામ શોધવા લાગ્યા અને થયું એવું કે એકવાર હરિદાદા એ તેમનો સંપર્ક કર્યો અને ફિલ્મના ઓડિશન માટે બોલાવ્યા પરંતુ એટલું દૂર જવું શક્ય ન હતું એટલે તેમને અમદાવાદ બોલાવ્યા જ્યા તેનું ઓડીસહન થયું અને કિસ્મત એવી ખુલ્લી કે તેની અભિનયની કળા જોઈને મુખ્ય અભિનેત્રી તરીકે ફિલ્મમાં કામ મળી ગયું.
ડાયમંડ કવીન ફિલ્મથી ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કર્યું અને બસ ત્યારબાદ તેમને ખુબ જ લોકપ્રિયતા મેળવી અને માત્ર 2 વર્ષમાં 12 જેટલી ફિલ્મો કરી અને આ સિવાય તેમને ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે અને આ સિવાય ગુજરાતી આલ્બમ સોગમાં તેમને ખુબ જ દર્શકોનું દિલ જીત્યું છે. કહેવાય છે કે, જીલ જ્યારે ફિલ્મોમાં કામ કર્યું ત્યારે તેમના મોટાભાઈને આ કામ કરવાનું પસંદ ન હતું પરંતુ જીલને સફળતા મળતા તેને સાથ સહકાર આપ્યો અને આજે અભિનયની દુનિયા માં ખુબ જ સક્રિય છે અને ખુબ જ વૈભવશાળી જીવન જીવે છે.કોઈક જ એવી અભિનેત્રી હશે જેમને ફેસબુકના માધ્યમથી સફળતા મેળવી હશે.
ગુજરાતી સિનેમામાં આજે જીલ જોશીની ઓળખ આલ્બમ સોન્ગ કરતા વધુ થઇ છે અને પોતાની ફિલ્મની સફરમાં ગુજરાતના અનેક અભિનેતાઓ સાથે તેને કામ કર્યું છે અને આગામી દિવસોમાં તે ગુજરાતી ફિલ્મોમાં પોતાની આગવી ઓળખ બનાવે તો નવાઈ નહિ, જીલ જોશી એની ખુબ સુરતીના લીધે ખુબ જ ઓળખાય છે, ખરેખર આ સફળતાની કહાની અનેક લોકો માટે પ્રેરણાદાયક છે કારણ કે જીવનમાં કયારેય હાર ન માનવી જોઈએ કારણ કે, સફળતા તમને મળે છે જો તમે અથાગ પરિશ્રમ અનેઆત્મવિશ્વાસ રાખો તો.