ગુજરાતી ખબર
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવારનવાર સોશિયલ મીડિયા અને સમાચાર દ્વારા જાણવા મળે કે અનેક લોકો આત્મહત્યા કરે છે.જીવનમાં આવેલ આફતનો સામનો કરવાને બદલે પોતાનું જીવ ટૂંકાવી દે છે.ત્યારે હાલમાં જ એક ખૂબ જ દુઃખ ઘટના બની જેમાં પત્નીને પોતાના પતિને વિરહમાં પોતાનું જીવન ટૂંકાવ્યું પણ સાથો સાથ તેમના સંતાનોને નોંધારા છોડી મુક્યાં.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના મોટી તુંબડી ગામમાં રહેતા જાડેજા પરિવાર બે જ દિવસમાં વેરવિખેર થઈ ગયું. વાત જાણે એમ હતી કે પતિના કુદરતી મોતના કારણે પત્નીએ એસિડ પી લઈ લીધું અને આ જ કારણે બે વર્ષના બાળક અને 5 વર્ષની બાળકીએ તે પોતાના માતા પિતાનગુમાગ્યા .
સવુભા નવુભા જાડેજા ગાર્ડનનું કામ સંભાળતી કંપનીમાં ફરજ બજાવતા હતા. ગઈકાલે સવારે 30 વર્ષીય સવુભા કંપનીમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે જ હ્રદયરોગનો હુમલો આવતા તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.યુવાનના નિધન બાદ તેના નશ્વર દેહને તેના ગામમાં લઈ જઈ સમાજના રીતિ રિવાજ મુજબ અંતિમવિધિ કરવામા આવી હતી.
આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે. ત્યારે આ ઘટના સૌ વ્યક્તિઓ માટે સાવેચેતી અને સમજદારી પૂર્વક લેવા જેવી છે, કારણ કે આ ઘટના ને કારણે એક જીવ નથી ગયો પરતું એકી સાથે 4 જીવન બદબાદ થઈ ગયા. મુત્યુ એ તો કુદરતનો નિયમ છે.જે વ્યક્તિ જન્મે છે તેમનું મુત્યુ અવશ્ય છે.પત્નીને તેમના પતિ પ્રત્યે પ્રેમ હતો જ પરંતુ તેમના ગયા પછી તેમના સંતાનો માટે જીવવું જરુરી હતું. ખરેખર ઈશ્વર મૃતકની આત્માને શાંતી આપે એજ પ્રાર્થના.