સુરત મા પણ ગુરુવારે મધ્ય રાત્રીથી આકાશ મા જોવા મળશે આ અદ્ભુત નજારો
દુનીયા મા અનેક ખગોળીય ઘટના ઓ બનતી હોય છે જેની માહીતી ખાસ કરી ને ખગોળશાસ્ત્રીય પાસે હોય છે અને ક્યારે શુ ઘટના બનવાની છે તેનુ સંશોધન કરતા હોય છે ત્યારે સુરત મા આવી જ એક ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. જેને આપણે ઉલ્કા વર્ષા કહીએ છીએ. આ ઉલ્કા વર્ષા ગુરવાર ની મધ્ય રાત્રી ના થશે અને તેને ઓરીયોનીડસ ઉલ્કા વર્ષા કહેવામા આવે છે.
ખાસ કરી રાજ્યના પૂર્વ થી ઉત્તર તરફ ઈશાન કોણ આ ઉલ્કા વર્ષા જોવા મળશે જ્યારે સુરત ની વાત કરવામા આવે તો શહેર ના 10.74 અંશ ની ઉંચાઈ એ આ અદ્ભુત નજારો જોવા મળશે. પરંતુ ચંદ્ર ની તેજસ્વીતા ને કારણે નરી આંખે ન પણ જોઈ શકાય તે માટે ટેલિસ્કોપ અને દુરબીન જેવા ઉપકરણો ઉપલબ્ધ થાય તે માટે જાથા પ્રયાસ કરી રહ્યુ છે.
આ અંગે જાથા ના જણાવ્યા અનુસાર ગુરુવારે મધ્ય રાત્રી ના રાત્રે 11:30 કલાક થી સવાર ના 5:30 કલાક દરમ્યાન કલાક ના 20 મીટર ગતી એ ઓરીયોનીડસ ઉલ્કા વર્ષા જોવા મળશે.
જયારે ઉલ્કાવર્ષા દિવસે જોવા મળતી નથી સતત ત્રણ દિવસ સુધી ક્રમિક ઉલ્કાવર્ષા જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી આહલાદક જોઈ શકાશે. ઉલ્કાવર્ષા વર્ષ દરમિયાન 10 થી 12 વખત અને ઓછામાં ઓછી 5 વખત આકાશમાં જોવા મળે છે. અને આ ઉલ્કા વર્ષા પાછળ ધૂમકેતુ કારણભુત હોય છે.