લગ્નના સાત દિવસમા જ છ લાખ રુપીયા અને ઘરેણા લઈ ને દુલહન ફરાર થઈ ગઈ ! જાણો પુરી ઘટના
અનેક વખત એવા કિસ્સા ઓ સામે આવી ગયા છે કે લુટેરી દુલહન લગ્ન ના થોડા દિવસ બાદ જ બધુ લુંટી ને ચાલી ગઈ હોય ત્યારે ફરી પુરુષો માટે એક ચેતવણી કીસ્સો સામે આવ્યો છે જેમા એક યુવકે એક દલાલ મારફતે લગ્ન કર્યા હતા અને ગણતરી ના દિવસો મા જ દલાલ અને લુટેરી દુલહન બન્ને ઘરેણા અના રોકડ રકમ લઈ ને ફરાર થઈ ગયા છે.
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર રાજસ્થાનના પોખરણ મા રહેતા બાબુરામે તેના ઓળખીતા કાનાસર ગામના જગમાલ સિંહ સાથે સંપર્ક થયો હતો અને તેણે બાબુરામ ના લગ્ન કરાવી દેવાની ખાતરી આપી 6 લાખ રુપીયા લીધા હતા. રૂપીયા આપ્યા બાદ જગમાલ સિંહ એ બાબુરામ અને શાંતિ નામની યુવતિ ના લગ્ન જોધપુર સ્થિત આર્ય સમાજ મંદિરમાં એક વકીલ દ્વારા કર્યા હતા. લગ્ન પછી યુવતીના પરિવારજનો નો ડર બતાવી એસપી પાસે સુરક્ષાની માંગણી પણ કરાવી હતી.
બાબુરામે પોલીસ ના જણાવ્યું હતુ કે લગ્ન બાદ યુવતિ ને સોના અને ચાંદી ઘરેણા પણ આપ્યા હતા. જ્યારે લગ્ન બાદ યુવતિ એ તબીયત ખરાબ હોવાનુ બાનુ કાઢી ને સંબંધ બાંધવાની ના પાડી હતી. જયારે 26 ઓક્ટોબર ના રોજ શાંતિ એ તબિયત ખરાબ હોવાનુ બાનુ બનાવી મેડીકલ ચેકઅપ માટે જગમાલ સિંહ સાથે ગઈ હતી ત્યારે બાદ બન્ને નો ફોન બંધ આવતો હતો જ્યારે બાબુરામે ઘરે ઘરેણા ની તપાસ કરતા ઘરે ઘરેણા પણ ગાયબ હતા.
આ અંગે બાબુ રામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી જયારે વધુ એક યુવક લુટેરી દુલહન નો શિકાર બન્યો હતો અને 6 લાખ રુપીયા અને લાખો રુપીયા ને ઘરેણા થી હાથ ધોવાનો વારો આવ્યો હતો.