Sports

ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક ની પ્રેગ્નેટ પત્ની ના પ્રેમ માં પડ્યા ભારતીય ટીમના ક્રિકેટર મુરલી વિજય કેવી રીતે એક મિત્રે એ આપ્યો એક મિત્ર ને દગો.

આપણા ભારતીય ટીમના વિકેટ કીપર અને બેસ્ટમેન દિનેશ કાર્તિક નું નસીબ ખુબજ ખરાબ છે. એવું કહીએ તો ચાલે તેને તેના જીવનમાં ખુબજ મુશ્કેલીઓ નો સામનો કર્યો છે. તેણે પોતાની કારકિર્દી અને પોતાના પર્સનલ જીવનમાં ખુબજ સંઘર્ષ કર્યો છે. તેમણે ભારતીય ટીમમાં ધોની પહેલા પ્રવેશ કર્યો હતો, પરંતુ તેમની પોતાની આવડત હોવા છતાં તેમને તેમાં આગળ વધવા માટે ખુબજ પરિશ્રમ કરવો પડ્યો હતો.

દિનેશ કાર્તિકે પોતાના ક્રિકેટ ના કરિયર નું શરૂઆત ૫ સપ્ટેમ્બર ૨૦૦૪ ના રોજ લોર્ડ્સ મેદાનમાંથી  કરેલ હતી. તેમના ખુબજ પરિશ્રમ અને મહેનત હોવા છતાં તે કોઈ દિવસ તેના કરિયર માં ઇન્ટરનેશનલ લેવેલે ખુબજ આગળ વધી શક્યા નહોતા. તેમને તેમના જીવનમાં ખુબજ મુશ્કેલી સહન કરી હતી. એટલી કરીયર ની મુશ્કેલી નો સામનો કરવા છતાં તેને તેની પર્સનલ જીવનમાં પણ મુશ્કેલી અને દુખોનો જ સામનો કર્યો હતો.

દિનેશ કાર્તિકે વર્ષ-૨૦૦૭ માં નિકિતા નામની છોકરી સાથે લગ્ન કર્યાં હતા. પરંતુ લગ્ન ના ૬ વર્ષ બાદ વર્ષ-૨૦૧૨ માં તેણે બંને એ છુટા-છેડા લઇ લીધેલ હતા. કહેવાય છે, ઘર કા ભેદી લંકા ઢાંયે, તેવીજ રીતે આ બંને ના છુટાછેડા નું કારણ દિનેશ કાર્તિક ના મિત્ર અને ભારતીય ટીમના ખેલાડી મુરલી વિજય સાથે દિનેશ કાર્તિક ની પત્ની નિકિતા સાથે પ્રેમ-સબંધ હોવાના કારણે અને આ પ્રેમસબંધ ની ખબર દિનેશ કાર્તિક ને ખબર પડતા તેણે ખુબજ શોક અને દુઃખ લાગ્યું હતું. અને તે ભાંગી પડ્યા હતા.

આ વાત ની જાણ થતા જ દિનેશ કાર્તિકે પોતાની પત્ની ને તલ્લાક આપવાનું નક્કી કર્યું, મળતી માહિતી અનુસાર તે સમયે દિનેશ કાર્તિક ની પત્ની પ્રેગ્નેટ હતી. દિનેશ કાર્તિક તે જાણતા હોવા છતાં પણ તેમને નિકિતા ને છુટા-છેડા આપી દીધા. છુટા-છેડા આપ્યા ના તેજ વર્ષે નિકિતા એ મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા, અને હાલ તેઓને સંતાન માં એક પુત્ર પણ છે.

નિકિતા સાથે છુટા-છેડા લીધા બાદ દિનેશ કાર્તિક ખુબજ માનસિક રીતે થાકી ગયેલ હતો, અને  ભાંગેલ હતો, કહેવાય છે ને જીવન માં દુઃખ બાદ સુખ નો સમય આવે છે, અને જે થાય તે સારા માટે થાય છે, ત્યારબાદ દિનેશ કાર્તિક ના જીવનમાં એક નવો મોડ આવ્યો સ્ક્વેશ પ્લેયર દીપિકા પલ્લીકલ તેમના જીવન માં આવી. અને દિનેશ કાર્તિક સાથે લગ્ન કર્યા હતા. કહેવાય છેને એક સ્ત્રી ચાહે તો તે એક પુરુષ નું જીવન સુધારી પણ શકે છે, અને બગાડી પણ શકે છે, અને દરેક પુરુષ ની સફળતા પાછળ એક સ્ત્રી નો હાથ હોઈ છે. તેવીજ રીતે દિનેશ કાર્તિક ના જીવનમાં દીપિકા આવવાથી તેનું પર્સનલ અને પ્રોફેશનલ બંને જીવન બદલાઈ ગયા.

દીપિકા એ પોતાના જીવનમાં ઘણી મોટી પદવી મેળવેલ છે, તે PSA મહિલા માં ટોપ-૧૦ રેન્ક માં પહોચવા વાળી પ્રથમ મહિલા છે, અને તે સાથે તેને તેના કરિયર માં WSA ના ૭ પુરુસ્કાર પોતના નામે કરેલ છે. દિનેશ કાર્તિકે અને દીપિકા એ પોતાના બંને ના ધર્મો ના રીતિરિવાજ મુજબ હિંદુ-અને ક્રિશ્ચન બંને ધર્મ મુજબ તેમણે લગ્ન કરેલ હતા.

દિનેશ કાર્તિક ના દીપિકા સાથે લગ્ન બાદ તેનું નસીબ બદલાઈ ગયું, તે પોતાના ક્રિકેટ કરિયર માં ખુબજ આગળ વધ્યા, અને હાલ દિનેશ IPL માં કોલકાતા નાઈટ રાઇડર્સ ટીમ તરફથી રમતા જોવા મળશે.અને હાલ તેઓ દીપિકા સાથે લગ્નબાદ પોતાના પર્સનલ જીવનમાં પણ બંને ખુબજ ખુશ-ખુશાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!