દિવાળી મા ફરવા જવા નુ વિચારતાં હોય તો આ જગ્યા પર પહોંચી જાવ કેમ કે દિવાળીમાં સરકારે કરી છે એક ખાસ
આપણા ગુજરાતમાં લોકો દિવાળીના પર્વ પર ઠેર ઠેર વેકેશન કરતા જોવા મળે છે અને ખુબજ મોટી સંખ્યામાં લોકો ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ ઉમટી પડતા હોઈ છે. તેવામાં ખાસ ગુજરાતીઓ માટે સરકારે અંબાજી એસ.ટી ડેપો ખાતે ૩૯ જેટલી વિશેષ એસટી બસોનું સંચાલન કરવાની વ્યવસ્થા કરવામાં આવલ છે.
દિવાળીના વેકેશન દરમિયાન મીની કાશ્મીર કહેવાતું માઉન્ટ આબુ ક્યાં જ્યાં લોકો મોટી સંખ્યામાં વેકેશન નો આનંદ માણવા જતા હોઈ છે, તે માટે અંબાજીથી માઉન્ટ આબુ માટેની ૧૬ ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. કે જે બસો સવાર ના ૫ વાગ્યાથી છેલ્લી બસ રાત્રીના ૮ વાગ્યા સુધી મળી રહેશે. અને ગુજરાત આવવા માટે સવારે ૬ વાગ્યાથી રાત્રીના ૯.૩૦ વાગ્યા સુધી એસ.ટી બસો મળી રહેશે, તથા અમદાવાદ માટે અલગથી વધારાની ૮ એસ.ટી બસોનું સંચાલન કરવામાં આવશે.
આપણે સૌ લોકો જાણીએ છીએ કે છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાની મહામારી ના કારણે લોકો ઘરમાં જ પુરાઈ ગયેલા હતા, પરંતુ હાલ કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવતા સરકાર દ્વારા મળેલ થોડી છૂટછાટ ના કારણે લોકો ખુશ-ખુશાલ થઇ ગયા છે. અને આવનારી દિવાળીના તહેવારો ની રજા નો આનંદ લેવા માટે લોકો પ્રવાસન ના સ્થળોએ ઉમટી પડવાના છે, તે સમજીને જ સરકારે લોકો માટે આ ખાસ સુવિધાનું આયોજન કરેલ છે, તેવી માહિતી અંબાજીના એસ.ટી. ડેપો મેનેજર કલ્પેશ પટેલે જણાવ્યું હતું.