દુખદ સમાચાર દેશ ની રક્ષા કરતા વધુ બે જવાનો શહીદ થયા! એક જવાનની બહેન ના લગ્ન
આપણા ભારત દેશ મા સતત એક પછી એક દુખદ સમાચારો મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસે મા આપણા ઘણા વા જવાનો શહીદ થયા છે. ત્યારે ફરી જમ્મુ કશ્મીર માથી એક દુખ દ સમાચાર સામે આવ્યા હતા જેમા ફરી બે જવાન શહીદ થયા હતા. જમ્મુ કાશ્મીર ના આતંકવાદી વિસ્તાર ગણાતા રાજૌરી ક્ષેત્ર મા લેન્ડમાઈનની ઘટનાની ઘટના મા ત્રણ જવાનો ને ગંભીર ઇજાઓ પહોચી હતી જેમાથી બે જવાનો ના સારવાર દરમ્યાન શહીદ થયા હતા.
આ ઘટના અંગે સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર પીરપંજાલ ક્ષેત્રના નૌશેરા-સુંદરબની સેક્ટરમાં શનિવારે સાંજે થયેલી આ ઘટનામાં ત્રણ જવાન ઘાયલ થયા હતા. જમ્મુ અને કાશ્મીર ના રાજૌરી જીલ્લામા સેના ની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે ટીમ લેન્ડમાઇન બ્લાસ્ટની ચપેટ મા આવી જઈ હતી જેમા થી ત્રણ જવાનો ને ગંભીર ઇજાઓ પહોચી હતી. આ ઘટના મા ઘાયલ થયેલા જવાનો ને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા જેમા ઘાયલોમાં સામેલ એક લેફ્ટનન્ટ અને એક જવાન શહીદ થયા છે જયારે એક જવાન ની હાલત ગંભીર છે.
આ ઘટના મા શહિદ થયેલ જવાનો મા એક લેફ્ટનન્ટ ઋષિ કુમાર બહાર ના બેજુસરાઈ જીલ્લા ના હતા જયારે અન્ય એક જવાન મંજીત પંજાબના ભટિંડા જિલ્લાના સિરવેવાલા ગામનો રહેવાસી હતા. શહિદ ઋષિ કુમારની વાત કરવામા આવે તો તેવો એક વર્ષ પહેલા જ સેના મા જોડાયા હતા તેવો મુળ લખીસરાયના પીપરીયાનો રહેવાસી હતા. તેમના વતન શહિદી ના સમાચાર મળતા ની સાથે જ ઘરે દુખ નો પહાડ ટુટી પડ્યો હતો.
ઋષિ કુમાર ના પિતા એ જણાવ્યું હતુ કે ચાર દિવસે પહેલા જ ઋષિ સાથે વાત થઈ હતી ને તેણે જણાવ્યું હતુ કે તે બહેન ના લગ્ન મા રજા લઈને આવશે. ઋષિ કુમાર ની નાની બહેન ના 29 નવેમ્બર ના રોજ લગ્ન છે અને ઋષિ કુમાર તેમના એક ના એક ભાઈ હતા. ઋષિ કુમાર 22 નવેમ્બર ના રોજ રજા લઈને ઘરે પહોંચવાના હતા એ પહેલા જ તેવો શહિદ થયા હતા.