મહીલા ની હિમ્મત ને સલામ ! પતિના મૃત્યુ બાદ ખેતી કરવાનું ચાલુ કર્યુ ને હવે લાખો મા કમાણી કરે છે
આ જગતમાં સ્ત્રી દુઃખોને હસતાં મોંઢે સ્વીકારી લે છે, આ વાત આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક સ્ત્રીઓ જીવનમાં દુઃખી હોવા છતાંય પણ પોતાના પરિવાર પર આંચ નથી આવવા દેતી. આજના સમયમાં જેટલું સ્ત્રી યોગદાન આપી રહી છે એની સામે તો પુરુષ જાતિ નું કંઈ ન આવે. ખરેખર ધન્ય અને વંદનને પાત્ર છે આજની નારી. અમે આપને એક એવી જ સ્ત્રી વિશે કહીશું જેને પોતાના પતિના મૃત્યુ બાદ ખેતી કરવાનું ચાલુ કર્યુ ને હવે લાખો મા કમાણી કરે છે. આ વાત થી બીજું કંઈ વિશેષ કંઈ રીતે હોય શકે છે. ખરેખર ધન્ય છે આ સ્ત્રીની શક્તિને ચાલો અમે આપને આ મહિલાનાં જીવન વિશે સંપૂર્ણ વાત જણાવીએ.
આપણે માનીએ છે કે, પુરુષો જે કરી શકે છે તે સ્ત્રીઓ કરી શકતી નથી. પરંતુ લોકોના આ બધા રૂઢિચુસ્ત વિચારો પર મહારાષ્ટ્રની એક મહિલાએ કંઈક એવું કર્યું જેનાથી સમાજમાં તેનું સન્માન અનેક ગણું વધ્યું. એના લીધે લોકોને સમજાયું કે સ્ત્રી શક્તિ છે, જે હાથના કંડા જમવાનું બનાવી શકે છે, એ ધારે તો એજ હાથો થી ઘર આખા ઘરને જમાડી શકે છે.હાલમાં જ જાણવા મળ્યું છે કે, સંગીતા પિંગલ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માટોરી ગામમાં રહેતી એક સામાન્ય ગૃહિણી છે.
સંગીતા પિંગલના બાળકની જન્મ સંબંધિત બીમારીને કારણે 2004 તેનું મુત્યુ થઇ ગયું અને સંગીતા આ દુઃખમાંથી બહાર પણ નીકળી શકી ન હતી કે વર્ષ 2007માં સંગીતાના પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ બંને ઘટનાઓ સંગીતાના જીવનને હચમચાવી નાખનારી હતી. પણ ઘર ચલાવવાની સમગ્ર જવાબદારી સંગીતાના ખભા પર હતી એટલે તેણે હિંમત હાર્યા વિના આગળ વધવાની હિંમત રાખવી પડી.
સંગીતાના સસરા પાસે 13 એકર ખેતી હતી અને સંગીતાના સસરા બધી ખેતી કરતા હતા. થોડા વર્ષો પછી સંગીતાના સસરા પણ ગુજરી ગયા એટલે હવે ઘર સંભાળવાની અને બધી જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી સંગીતાના માથે આવી ગઈ. આવી સ્થિતિમાં સંગીતાએ ખેતી કરવાનું નક્કી કર્યું. પરંતુ સંગીતાના સંબંધીઓએ એમ કહીને મોં ફેરવી લીધું કે સ્ત્રી ખેતી કરી શકતી નથી. પરંતુ, આ બધી બાબતોને અવગણીને, સંગીતાએ પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો અને ખેતી કરવાનું નક્કી કર્યું. જ્યારે ખેતી માટે પૈસાની જરૂર પડી ત્યારે સંગીતાએ પોતાના ઘરેણાં વેચ્યા. સંગીતાને ખેતીના કામમાં વધુ જ્ઞાન આપવામાં તેના ભાઈઓએ તેને મદદ કરી.
શરૂઆતમાં, સંગીતાએ તેના ખેતરમાં ટામેટાં અને દ્રાક્ષ ઉગાડી. શરૂઆતના તબક્કામાં સંગીતાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જેમ કે ક્યારેક પાકમાં જંતુઓ કે ખેતરમાં પાણીનો પંપ અચાનક ફેલ થઈ ગયો. પરંતુ આ નાની-નાની સમસ્યાઓને હાર્યા પછી પણ સંગીતા અટકી નહીં, તે આગળ વધતી રહી. સંગીતા પણ પોતે ટ્રેક્ટર ચલાવતા શીખી હતી. ધીમે-ધીમે સંગીતા ખેતીમાં નિષ્ણાત બની ગઈ અને એ દિવસ પણ આવ્યો જ્યારે સંગીતાએ ખેતીમાંથી લગભગ 30 લાખ રૂપિયાનું કમાઈ લીધા.
હાલમાં સંગીતાને એક પુત્રી છે જે ગ્રેજ્યુએશન કરે છે અને પુત્ર ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. સંગીતા જેવી મહિલાઓ આજના સમાજમાં મહિલા સશક્તિકરણનું સૌથી મોટું અને શ્રેષ્ઠ ઉદાહરણ છે. ખરેખર આને કહેવાય કે, જીવનમાં ઈશ્વર ક્યારેય કોઈને દુઃખ નથી આપતો બસ આપણે જ દુઃખી જાતે થઈ છે.જીવન સુંદર અને સુખીમય બની શકે જો આપણે જાતે જીવનને બનાવીએ.