સુરતના પરિવારે વ્હાલસોયા દીકરાનું અંગદાન કર્યું! ધાર્મિક નું હદય જુનાગઢ તો હાથ પુના પહોચશે.
ગુજરાત ના સુરત શહેરમાં સૌથી વધારે અંગદાનનાં કિસ્સા જોવા મળે છે, સુરત શહેર અંગદાન ની સેવામાં મોખરે છે. તેવુજ તાજેતરમાં સુરતમાં આવુજ એક ખુબજ મહત્વ ભર્યું કાર્ય લેઉવા પટેલ સમાજના ૧૪ વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયાના પરિવારે પોતાના વ્હાલા બાળકનું હદય, ફેફસા, લીવર ચક્ષુઓ સહીત બંને હાથોનું દાન કરી છ વ્યક્તિઓ ને નવું જીવન આપ્યું છે. અને મહત્વની વાત તો એ છે કે આ સતકાર્ય પ્રથમ વાર ભારતના સૌથી નાની ઉંમર ના બાળકે અંગદાન આપેલ છે.
મળતી માહિતી અનુસાર આ સતકાર્ય ની કતારગામ માં આવેલી રામપાર્ક સોસાયટી માં રહેતો અને ડભોલી ગામ આવેલ સ્કુલ નામે બ્રીલ્યન્ટ વિદ્યાલયમાં ધો-૧૦ માં અભ્યાસ કરતો અને જેની ઉંમર ફક્ત ૧૪ વર્ષની જ હતી. તેવો બાળક નામે ધાર્મિક અજયભાઈ કાકડિયા કે જે ગત તા:-૨૪ ઓક્ટોબર ના રોજ તેને ઉલટીઓ થતા અને તેનું બ્લડ પ્રેશર વધી જતા તેને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પીટલમાં ન્યુરોફીજીશીયન ડો.હીના ફળદુની ની સારવાર હેઠળ દાખલ કરવામાં આવેલ હતો.
તેની સારવાર દરમિયાન તેને બ્રેઈન હેમરેજ નાં કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયા હોવાનું અને સોજો હોવાનું જાણવા મળેલ અને ત્યારબાદ તેની સરખી સારવાર થતા ન્યૂરોસર્જન ડો.ભૌમિક ઠાકરે ક્રેનીયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દુર કરેલ હતો. ત્યારબાદ થોડા દિવસ પછી તા:-૨૯ ઓક્ટોબર ના રોજ હોસ્પિટલ ના ડોક્ટરોએ ધાર્મિક પરિવારજનો ને જણાવેલ કે ધાર્મિક ને બ્રેઈનડેડ થયેલ છે. ત્યારબાદ ડોનેટ લાઈફની ટીમ તે હોસ્પિટલ માં પહોંચી હતી, અને ધાર્મિક ના પરિવાર ને અંગદાન વિષે માહિતી અને તેનું મહત્વ સમજાવ્યું હતું.
ધાર્મિક ના પરિવારજનો પાસેથી મળતી માહિતી અનુસાર ધાર્મિક તેની બીમારીથી ખુબજ પીડાતો હતો, તે પરથી તેના માતા-પિતા નામે લલીતાબેન અને અજયભાઈ એ એવું વિચારેલ કે અમે ધાર્મિક ને તો ણ બચાવી શક્યા પરંતુ જો તેના અંગ દ્વારા બીજા બાળકોને નવજીવન મળે તેનાથી વિશેષ જીવનમાં કઈ નથી. તેમ સમજી-વિચારી તેમના માતા-પિતા એ હદય પર પથ્થર મૂકી તેના બાળકનું લીવર,હદય,ફેફસા આતરડા અને છેલ્લે ખુબજ તેના માતા-પિતા માટે કઠીન નિશ્ચય કરી ર્તેના બાળકના બંને હાથોનું પણ તેઓએ દાન કરેલ હતું. આવા બંને માતા-પિતા ને વંદન છે.
ધાર્મિક ના શરીર ના અલગ અલગ અંગોનું દાન અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યું હતું જેમકે તેના હાથોનું દાન કોચી ખાતે અમૃતા હોસ્પીટલમાં કરવામાં આવ્યું, હતું અને તેનું હદય નું દાન જુનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું.