સાવધાન! દુનિયા માથે મંડરાઈ રહ્યો છે મોટો ખતરો, વૈજ્ઞાનિકોના સંશોધનમાં જુઓ શું થયો ખુલાસો
દુનિયામાં હાલ એક પછી એક મુસીબતો આવી રહેલી છે, પહેલા તો કોરોના મહામારી ત્યારબાદ અલગ અલગ વાવાઝોડા ત્યારબાદ રોગચાળો અને હવે વૈજ્ઞાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર દુનિયા માથે ખુબજ મોટો ખતરો મંડાઈ રહ્યો છે.
વૈજ્ઞાનિકો એ પોતાના સંશોધન દ્વારા ચેતવણી આપેલ છે કે હાલ દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ નું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે, તેના લીધે દુનિયામાં ગરમીનું પ્રમાણ ખુબજ વધી ગયું છે. જો આવીજ રીતે ગ્લોબલ વોર્મિંગ વધતું રહ્યું તો સમય જતા ૨૧૦૦ સુધીમાં દુનિયામાં ખુબજ ભયાનક બદલાવ આવશે, તે કોઈ પ્રલય બરાબર હશે , આ સંશોધન IPCC ની કલાઈમેટ રીપોર્ટને દુનિયાના ૨૩૪ વૈજ્ઞાનિકો એ મળીને તૈયાર કર્યું છે.
મળતી માહિતી અનુસાર આ રીપોર્ટ દુનિયાની સૌથી મોટી મેગેજીન NATURE એ હાલમાં એક સર્વે કર્યો છે, તે કોઈ સામાન્ય માણસ નો ન હતો આ રીપોર્ટ IPCC કલાઈમેટ રીપોર્ટ તૈયાર કરનાર વૈજ્ઞાનિકો નો છે. તેમના એક વૈજ્ઞાનિક અને કોલંબીયાના મેડેલીનમાં સ્થિત યુનિવર્સીટી ઓફ એન્ટીકોઈઆની રિસર્ચર પાઓલા એરિયાસએ એ જણાવ્યું હતું કે જેટલી ઝડપથી દુનિયા બદલાઈ રહી છે, તેટલી જ ઝડપથી લોકો ની જરૂરિયાતો વધતી જાય છે, તેના કારણે સંસાધનનો ઉપયોગ વધતો જાય છે. અને પ્રદુષણ પણ વધતું જાય છે.
અને હાલ કોઈપણ મોસમ નું કઈ નક્કી હોતું નથી. અને સતત બદલાતી વરસાદ ની પેટર્ન થી પાણીની અછત ઉભી થઇ રહી છે. અને આના કારણે આગળ જતા સ્થતિ ધીરે ધીરે ખુબજ ભયાનક થતી જશે. જો આપણે વહેલી તકે આ બાબતે કોઈ એક્શન લઇ શક્યા નહિ તો દુનિયા ને બચાવવું ખુબજ મુશ્કેલ રહેશે.
દુનિયાભરની સરકાર આ બાબતે ફક્ત ખાલી વાત જ કરી રહી છે, કોઈપણ પ્રકારના એ બાબતે પગલા લેતી નથી. ફક્ત વાયદાઓ કરે છે. તેમાં પછી ગ્લોબલ વોર્મિંગ લેવેલે હોઈ કે પછી જમીન કલાઈમેટ ચેન્જ હોઈ કોઈ પણ પ્રકારનું કાર્ય દેખાડતી નથી. વૈજ્ઞાનિકો નું કહેવું છે જો આવુંને આવું રહેશે, તો જળવાયું માં આવેલું પરિવર્તન આવનારી પેઢીને હમેશા હેરાન-પરેશાન કરશે. અને ગ્લોબલ વોર્મિંગ નાં કારણે દુનિયા ના લોકોને જીવવું ખુબજ મુશ્કેલ પડશે.