એક મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે જો તેઓ પ્રધાન મંત્રી બનશે તો આ નિર્ણય સર્વ પ્રથમ લેશે……
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક લોક તાંત્રિક દેશ છે ભારત દેશ સમગ્ર વિશ્વનું સૌથી મોટું લોક તંત્ર ધરાવે છે. અને ભારત દેશ પણ સંપૂર્ણ પણે લોક તાંત્રિક રીતે ચાલે છે. ભારત માં શાસન માટે ની સરકારો પણ લોકો જાતે પસંદ કરે છે. માટે જ ભારત ને લોકશાહી દેશ કહેવામાં આવે છે લોકશાહી નો અર્થ જ લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે ચાલતી વ્યસ્થા છે. ભારત દેશ માં નગર પાલિકા કે સરપંચ થી લઈને મુખ્ય મંત્રી અને પ્રધાન મંત્રી પણ લોકો પોતાની પસંદ ના ચુંટી કાઢે છે.
તેવામાં દેશની સૌથી જૂની પાર્ટી કે જેમણે લગભગ સીતેર થી પંચોતર વર્ષ સમગ્ર દેશ પર સાશન કર્યું તે પાર્ટી ના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ફિલ હાલ તેમના એક વીડિઓ ને લઈને ઘણા ચર્ચામાં છે. આ વીડિઓ રાહુલ ગાંધીએ જાતેજ પોતાના ટવીટર પર શેર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે જો તેઓ પ્રધાન મંત્રી બનશે તો સૌથી પહેલો નિર્ણય શું લેશે ?
તો ચાલો આ બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવીએ. મિત્રો થોડા સમય પહેલા જ રાહુલ ગાંધી અને કન્યાકુમારી ના સેંટ જોસેફ મેટ્રિક હાયર સેકેન્ડરી શાળાએ થી આવેલા મહેમાનો સાથે તેમની મુલાકાત હતી. તેમણે આ મુલાકાત અંગેનો વીડિઓ પણ પોતાના ટવીટર પર શેર કર્યો અને જણાવ્યું કે કન્યાકુમારી ના સેંટ જોસેફ મેટ્રિક હાયર સેકેન્ડરી શાળા એથી આવેલા મહેમાનો સાથે મુલાકાત કરી અને તેમની સાથે રાત્રી ભોજન પણ કર્યું. વધુમાં તેમણે જણાવ્યું કે આ મહેમાનો ના આવવાથી દિવાળી વધુ ખાસ બની ગઈ અને તેમણે જણાવ્યું કે આ સંસ્કૃતિ નો સંગમ આપણી તાકાત છે. જેને બચાવીને રાખવી જોઈએ.
તે સમયે તેમણે આ મહેમાનો સાથે વાત ચિત કરી જેમાં તેમને પૂછવામાં આવ્યું કે જો તમે પ્રધાન મંત્રી બનશો તો સૌથી પહેલો નિર્ણય શું લેશો ? જેને જવાબ માં રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેઓ સર્વ પ્રથમ મહિલાઓ ને આરક્ષાણ આપવાનું કામ કરશે. જ્યારે બીજી વ્યક્તિએ પૂછ્યું કે તેમે તમારા સંતાનોને શું શીખવવા માંગશો ? તેના જવાબ માં તેમણે જણાવ્યું કે તેઓ પોતાના સંતાનને વિનમ્રતા શીખવશે. કારણકે વિનમ્રતાથી જ સમજણ વધે છે.