Gujarat

ઢળતી ઉમરે એક વૃધ્ધા એ પોતાને આગ ચાંપી આત્મહત્યા કરી ! આત્મહત્યા કરવા નુ કારણ

આત્મ હત્યાના અનેકવાર બનાવ બનતા હોય છે. મુખ્યત્વે આત્મહત્યાના કેસોમાં યુવાનો વધુ પ્રમાણમાં જોવા મળે છે.
પોતાનું જીવન આવી રીતે પૂર્ણ કરી દેવામાં મુખર્તા છે. મુશ્કેલીઓ તો અનેક આવે જીવનમાં એનો મતલબ એવો નથી કે, તમે આત્મહત્યા જેવું પગલું ભરો. હાલમાં જ મહેસાણા જિલ્લાનાં કડી શહેરમાં એક દુઃખ બનાવ બન્યો,જેમાં એક વયો વૃદ્ધ મહિલાએ પોતાનો જીવ ટૂંકાવી દીધો.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, એક વૃદ્ધાએ પોતાના ઘરમાં આત્મહત્યા કરી સૌ કોઈ ચોંકી ગયા હટાઈ. આ ઘટના શહેરમાં આવેલા તબોળી વાસમાં આવેલી જમનાદાસ દેસાઇની ખડકીની છે, જ્યાં એક મકાનમાં સવારે એક વૃદ્ધ મહિલાએ અગમ્ય કારણોસર શરીરે આગ ચાંપી આત્મહત્યા કરી છે. ખરેખર આ ખૂબ જ દુઃખ ઘટના છે.

મળેલ અહેવાલો મુજબ સરોજબેન રણછોડભાઈ દેસાઈ અને તેમના પતિ રણછોડભાઈ જમનાદાસ પથારી વસ હોવાથી આ મકાનમાં એકલવાયું જીવન ગુજારી રહ્યા હતા. જોકે, ગઈકાલે વહેલી સવારે મકાનમાં રહેનાર વૃદ્ધાએ પોતાના શરીરમાં આગ લગાવી આત્મહત્યા કરી લીધી. આ પહેલા તેમને ગળો ફાંસો ખાવાની કોશિશ કરેલ પરંતુ તેમાં તેઓ સફળ ન થયા. સરોજબેને કયા કારણોસર આત્મહત્યાં કરી તે પોલીસ તપાસ બાદ જ સામે આવી શકશે.

પાડોશી જણાવ્યું કે, રણછોડભાઇનો ફોન લાગતો ન હોવાથી આજે સવારે મૃતકના પુત્રવધૂનો કોલ દાદાની ખબર અંતર પૂછવા આવેલ. તેમની ઘરે ગયા પણ આ ઘટનાની જાણ થતાં જ તેઓ ચોકી ગયા હત અને ત્યારબાદ આસપાસના લોકોને જાણ થતા પોલીસને જાણ કરી હતી.ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે કારણ તો અંકબંધ છે, પરંતુ તેઓના ઘરમાં લાગેલા પાંખ પર એક સાડી લટકતી જોવા મળી હતી.

અનુમાન લગાવી શકાય છે કે મૃતકે પહેલા ગળેફાંસો ખાવા માટે પંખે સાડી લટકાવી હશે. જોકે, પ્રયાસ નિષ્ફળ જતા બાદમાં શરીરે આગ ચાંપી આત્મહત્યા કરી હોવાનું હાલમાં દ્રશ્યો જોતા લાગી રહ્યું છે હાલમાં તો એવું જાણવા મળ્યું છે કે, મૃતકના પતિ લાંબા સમયથી બીમાર હતા અને મૃતક જીવનથી કંટાળી ગયા હોવાથી આવું પગલું ભર્યું હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!