ગુજરાત ના આ ગામ મા કુતરાઓ કરોડપતિ છે અને કરોડો રૂપિયાની ની જમીન..
દરેક વ્યક્તિની કરોડપતિ બનાવની ઈચ્છા હોય છે, પરંતુ જેના નસીબમાં જે હોય એને જ એ મળે છે, આ વાત ને નકારી ન શકાય. આપણે સૌ કોઈ અક્ષયકુમારની એન્ટરટેઇનમેન્ટ મુવી તો જોઈ છે, જેમાં કૂતરો રાતોરાત અબજોપતિ બની જાય છે. ત્યારે ખરેખર આજના યુગમાં અને એ પણ હકીકતમાં પણ કુતરાઓ કરોડપતિ બની રહ્યા છે. તમને આ વાત સાંભળતા કે વાંચતા વિશ્વાસ નહીં આવે પણ આ વાત સત્ય છે. આજે અમે આપને એક એવા ગામ વિશે જાણ કરીશું, જ્યા કુતરાઓ કરોડપતિ છે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,ગુજરાતના મહેસાણા નજીકના પંચોટ ગામના કૂતરાઓ જન્મતાની સાથે જ કરોડપતિ બની જાય છે અને આ ગામમાં ઘણાં એવા કૂતરાં છે અને દરેક કૂતરાઓ અંદાજિત 3 મિલિયનથી વધારે મિલકત ધરાવે છે . આ કરોડપતિ બનવા પાછળ પાંચોટ ગામની એક પરંપરા જવાબદાર છે. આ ગામમાં કૂતરાઓને ખાવા માટે જમીન દાન કરવાની પરંપરા છે.
અનઆ પરંપરાને કારણે લગભગ 15 થી 20 વીઘા જમીનનો સંગ્રહ કરવામાં આવ્યો છે અને હવે આ જમીનની બાજુમાં બાયપાસ રસ્તો બનાવવામાં આવી રહ્યો છે જેના કારણે જે જમીનની કિમત મિલિયન રૂપિયા પણ ન હતી તે કરોડોના ખર્ચે પહોંચી ગઈ છે.આ જમીન કૂતરાઓને દાનમાં આપવામાં આવી હોવાથી ગામના કૂતરા કરોડપતિ બન્યા છે.
પંચોટ ગામ છે ત્યાં મઢની પતિ કુતરીય ટ્રસ્ટ છે જેમાં મિત્રો 21 વિઘા જમીન છે મિત્રો આ જમીન લાખોમા પણ નહોતી પરંતુ આ જમીન ઉપર બાયપાસ બનાવવામાં આવ્યા બાદ જમીનની કિંમત પ્રતિ વીઘા રૂ. 3.5. કરોડ થઇ ગઇ હતી અને આ હિસાબે આ જમીનની કુલ કિંમત 73 કરોડ રૂપિયા હતી મિત્રો આ ટ્રસ્ટ પાસે કુલ 70 કુતરાઓ છે જે રખડતાં છે.
કૂતરાની સંપત્તિ એક કરોડથી વધુ છે અને હકીકતમાં પ્રાચીન કાળથી તે કુતરાઓના નામે જમીન દાન કરવાની પ્રથા છે.કૂતરાઓની જાળવણી માટે જમીન દાન કરે છે અને આ જ કારણ છે કે આ ટ્રસ્ટમાં આટલી જમીન છે. ટ્રસ્ટ આ જમીન પર ઉત્પન્ન થયેલ અનાજ અને આ જમીન પર બાંધેલી દુકાનોના ભાડાથી મેળવેલી આવક ખર્ચ કરે છે અને કૂતરાઓના ભાગની જમીન ઉપર પેદા થતી પેદાશ અને દુકાનના ભાડાથી થતી આવક કૂતરાઓની સંભાળમાં ખર્ચવામાં આવે છે .