વિઠ્ઠલ રાદડિયા પોતાની દરેક કાર પાછળ વૈભવ કેમ લખાવતા ?? આની પાછળ હેતુ આ ખાસ કારણ
લોકોમાટે ઘણા એવા લોકપ્રિય અને યાદગાર લોકોને યાદ કરવા માટે અને તેના સંસ્મરણો માટે કંઇક ને કંઇક યાદી તૈયાર કરતા હોઈ છે, તેથી તે યાદી જોઈ તે મહાન વ્યક્તિ ને યાદ કરી શકાય, તેવીજ વાત કરીએ સૌરાષ્ટ્ર ના લોકપ્રિય નેતા વિઠ્ઠલ રાદડિયા તેના તમામ વાહનો પર વૈભવ લખાવે છે.
સૌરાષ્ટ્ર ના લોકપ્રિય નેતા વિઠ્ઠલ રાદડિયા નું નિધન બાદ લોકો તેમના ઘણા સંસ્મરણો યાદ કરતા હોઈ છે. વિઠ્ઠલ રાદડિયા ના પરિવાર ની વાત કરીએ તો તેમને ચાર પુત્રો છે જેમાંથી તેમણે સૌથી વ્હાલો પુત્ર તેમનો નાનો પુત્ર વૈભવ હતો, પરંતુ બન્યું એવું કે વૈભવનું ખુબજ નાની ઉંમરમાં મૃત્યુ થયું હતું, તેના કારણે વિઠ્ઠલ રાદડિયા ને ખુબજ આઘાત લાગ્યો હતો, એટલું જ નહિ ત્યારબાદ તેના બીજા પુત્રનું પણ હાર્ટએટેક થી મૃત્યુ થયું હતું. તેમને ૧ પુત્રી અને ૧ પુત્ર હતો. અને ત્યારબાદ વધુમાં તે પુત્રના પત્ની એટલે તેમના પુત્રવધુ બીજા લગ્ન તેના મિત્ર સાથે લગ્ન કરાવી દીધા હતા, પરંતુ ત્યારબાદ થોડા સમયમાં તેના પણ પાંચ વર્ષના પુત્રનું કેન્સરથી મૃત્યુ થયું હતું.
આવી રીતે એક પછી એક તેમના જીવનમાં ઘણા તેમના પરિવાર જનોના મરણ થતા તે પડી ભાંગ્યા હતા, અને તેમને ખુબજ આઘાત પણ લાગ્યા હતા, અને તેના કારણે તેમની તબિયત પણ ખુબજ ખરાબ રહેતી હતી, અને તેમને જીવવા નો મોહ જ રહ્યો ન હતો. તેમને દરેક ક્ષણે તેમનો વ્હાલો પુત્ર વૈભવ યાદ આવતો હતો.
અને તેથી તે કોઈપણ સ્થતિ કે સંજોગ માં તેને ભૂલી શક્યા ન હતા, તેથી તેમણે તેની યાદમાં તેમના તમામ વાહનોમાં વૈભવ લખાવ્યું હતું, આ વાત ગુજરાતના બહુ ઓછા લોકોને ખબર હશે કે વિઠ્ઠલ રાદડિયા પોતાના વાહનમાં વૈભવ લખે છે. અને આપણે લોકો તેમની ગાડીઓ માં વૈભવ નામ વાંચી શકીએ છીએ.