માત્ર 8 ધોરણ સુધી ભણેલ કવિરાજ જીગ્નેશ આજે ગુજરાતનાં લોકપ્રિય ગાયક, જીવે છે આવું જીવન કે…
ગુજરાતી ગીતોમાં જીગ્નેશ કવિરાજને સમગ્ર ગુજરાતી ફીલ્મીજાગત સુરોના શહેનશાહ તરીકે ઓળખે છે. આ વાત આપણે સૌ કોઈ જાણીએ છે. આજે આપણે જાણીશું કે કંઈ રીતે સંગીત ક્ષેત્રે આટલી સફળતા મેળવી. આજે તેમના ગીતોના ચાહક ફક્ત ગુજરાતમા જ નહી પરંતુ, દુબઈના હબીબી,આફ્રિકાના લોકો અને ઓસ્ટ્રેલિયાના લોકો પણ છે.
કવિરાજ જીગ્નેશનો જન્મ વર્ષ ૧૯૮૮મા સપ્ટેમ્બર માસની ત્રીજી તારીખે મહેસાણા જિલ્લાના ખેરાલુ ગ્રામ્ય વિસ્તારમા થયો હતો. તેમને પહેલેથી જ સંગીતક્ષેત્રે ખુબ જ લગાવ હતો. તેમના પિતા હસમુખભાઈ બારોટ, તેમના મોટાભાઈ વિશાલભાઈ બારોટ અને તેમના દાદા તેમજ કાકા પણ સંગીતક્ષેત્રે લાંબા સમયથી જોડાયેલા હતા.બાળપણથી જ તે તેમના પિતા અને કાકા સાથે ભજનના પ્રોગ્રામો મા જતા. પરંતુ, તેમના ઘરના સદસ્યોની એવી ઈચ્છા હતી કે, તે ભણવામા થોડુ ધ્યાન આપે અને આગળ અન્ય
દિવસ તેમના ઘરના પ્રાંગણમા એક લગ્નપ્રસંગ નું આયોજન કરવામા આવ્યુ હતુ અને ત્યા તેમણે લગ્નગીત ગાવા આવેલા વિસનગરના સંગીત સ્ટુડિયો સાથે જોડાયેલા કમલેશભાઈને એક ગીત ગાવા માટે વિનંતી કરી હતી. ફક્ત ૧૩ વર્ષની વય ધરાવતા જીગ્નેશ કવિરાજને જોઈ અને કમલેશભાઈ તેને એક ગીત ગાવા માટે આપે છે અને મોકા ઉપર ચોકો મારીને જીગ્નેશ કવિરાજ તેના પ્રિય મણિરાજ બારોટનુ ‘લીલી તુવેર સૂકી તુવેર’ગીત ગાય છે. આ કવિરાજ નો અવાજ સંગીત સ્ટુડિયો કમલેશભાઈને ખૂબ જ પસંદ આવી ગયો.
આ પ્રસંગ બાદ કમલેશભાઈ એ તેમને પોતાના સ્ટુડિયો એ આવીને મળવા માટે કહ્યુ. તેમની કારકીર્દીની સૌથી પહેલી ઓડિયો કેસેટ બહાર પડી જેનુ નામ ‘દશામાની મહેર’ છે. આ કેસેટ લોકોને એટલી બધી ગમી કે તે લાખોની સંખ્યામા વહેંચાઈ અને ત્યારબાદ તેમનુ નામ આખા ગુજરાતમા ખૂબ જ લોકપ્રિય બની ગયુ હતુ. કવિરાજ એ માત્ર ૮ ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે. પોતાની કળા થકી જીવનમાં ખૂબ જ નામ મેળવ્યું.
એક સમય એવો હતો કે તેમનું જીવન ગરીબીમાં વીત્યું પરંતું હાલમાં તે વૈભવશાળી જીવન જીવી રહ્યા છે. તેમની પાસે એક ભવ્ય ઘર અને ફોર્ચ્યુનર અને ઇનોવા કાર પણ છે. આ સિવાય એમની પાસે ખૂબ જ મોટી પ્રોપર્ટી પણ છે. ખાસ કરીને કવિરાજ નું ગીત હાથમા છે વ્હીસકી અને આંખોમા પાણી લોકો વચ્ચે ખુબ જ લોકપ્રિય બન્યુ હતુ.એમણે અત્યાર સુધીમા એમના ગુરુ એવા કીર્તિદાન ગઢવી સાથે અનેકવિધ લોકડાયરા કર્યા છે.
આ સિવાય તેમણે કિંજલ દવે , વિક્રમ ઠાકોર , ગમન ભાઈ સાંથલ સાથે પણ ઘણા ગીતા અને ડાયરાઓ કર્યા છે. તે જણાવે છે કે,સફળતા મેળવવા માટે સારા અનુભવો કરતા ખરાબ અનુભવો તમને વધુ કામ લાગશે. આજે જીગ્નેશ કવિરાજનુ નામ સંગીત ક્ષેત્રે સમગ્ર ગુજરાતમા છવાયેલુ છે. એમનુ એક ગીત આવતાની સાથે જ લાખો લોકો તેને સાંભળવા માટે તત્પર રહે છે. તેમણે દેશભક્તિના પણ ઘણા ગીતો ગાયા છે. તેમના લગ્ન પણ થઈ ચુક્યા છે અને આજે તે તેમના બાળકો સાહે પહેલા કરતા પણ ખૂબ જ સારુ અને વૈભવી જીવન જીવે છે.