એ માસુમ નો શું વાંક ! પ્લાસ્ટિકની કોથળીમાં પૂરી કોઈ અજાણી વ્યક્તિ બાળકીને ખુલ્લામાં મૂકી ગયું.
માતા અને સંતાન ના સબંધ ની કોઈ વ્યાખ્યા જ નથી હોતી એ આપણે સૌ જાણીએ છીએ, માતા માટે તેનું સંતાન જીવથી પણ વ્હાલું હોઈ છે, પરંતુ હાલ એક એવી દર્દનાક ઘટના સામે આવી છે કે એક તાજી જન્મેલી બાળકી ને પ્લાસ્ટિકની કોથળીમાં પૂરી કોઈ અજાણ્યા વ્યક્તિ એ બાળકીને ખુલ્લામાં મૂકી ગયા ના ઘટના બહાર આવી છે, કે જે સાંભળી ને પણ આપણી રૂહ કાપી જશે.
ઘટના ની વાત કરીએ તો મહેસાણાના કડી તાલુકામાં ગામની સીમમાં આજે તાજું જન્મેલું નવજાત શિશુ મળી આવ્યું હતું. ઘટનાની વાત કરીએ તો કણજરી ગામની સીમમાં કોઈ અજાણી વ્યક્તિ પ્લાસ્ટિક ની કોથળીમાં તાજી જન્મેલી બાળકીને ત્યજી ફરાર થયો હતો. પરંતુ બન્યું એવું કે ત્યાં બાળકીના રડવાનો અવાજ આવતા ત્યાં આસપાસ કામ કરી રહેલા મજુરો ત્યાં પહોંચી ગયા હતા, અને આ બાળકીને જોતા ચોંકી ગયા હતા.
આ બાળકીને આવી હાલતમાં જોતા ત્યાના મજુરો એ પોલીસ ને જાણ કરી હતી, અને પોલીસ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી ગયા હતા. પોલીસ સ્થળ પર પહોંચી બાળકીને સારવાર અર્થે અમદાવાદ ની સોલા સિવિલ ખાતે મોકલી હતી. અને હોસ્પિટલ માં સારવાર દરમિયાન જાણવા મળ્યું કે આ બાળકી માત્ર એક જ દિવસ ની છે. અને પોલીસે ત્યારબાદ તાત્કાલિક ધોરણે જ્યાંથી બાળકી મળી ત્યાના આસપાસ ના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
આ ઘટના માટે બાળકીની માતા સામે પણ ફરિયાદ નોંધવાની તાજ્વીજ પણ હાથ ધરી છે. અને આ ઘટના ને લગતી બીજી માહિતી મળતા જાણવા મળ્યું હતું કે આ મહેસાણા જીલ્લામાં આ છ મહિનામાં બાળકીને ત્યજવાની ચોથી ઘટના છે.