કાર ચાલકે ચક્કર મારતા એક જ ગામ ના બે યુવકો ના મોત નીપજ્યા અરેરાટી મચી ગઈ..
અવારનવાર રોડ અકસ્તમાતના બનાવ બનતા હોય છે. ત્યારે હાલમાં જ એક ઘટના બની છે, જેના પગલે પરિવારજનોમાં શોકની લાગણીઓ છવાઈ ગઇ છે.ખરેખર આ એક ખૂબ જ મોટી દુર્ઘટના હતી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,કાર ચાલકે ચક્કર મારતા એક જ ગામ ના બે યુવકો ના મોત નીપજ્યા અરેરાટી મચી ગઈ. અમે આપને આ ઘટના વિશે અમે આપને વિસ્તુત માહિતી આપીએ.આ ઘટના બની હતી ભરૂચનાં દેહગામમાં.
દહેગામથી મનાડ જતા માર્ગ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઈકમાં સવાર બે યુવકોના મોત થયા. તેમજ અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દહેગામ ગામના એક જ ફળિયાના 2 યુવાનોને અકસ્માત નડ્યો હતો. યુવાનો બાઇક ઉપર દહેજ કોન્ટ્રાકટમાં ફર્સ્ટશિપમાં નોકરીએ જઈ રહ્યા હતા.
અહેવાલ મુજબ મળેલ માહીતી પ્રમાણે પ્રદિપ ગોહિલ દહેજ ખાતે મેઘમણી કંપનીમાં અને પ્રશાંત ગોહીલ દહેજ ખાતે GNFC કંપનીમાં કોન્ટ્રાકટમાં ફરજ બજાવે છે. તેઓ સોમવારે ફર્સ્ટશિપમાં ફરજ પર જઈ રહ્યા હતા. પ્રદીપની બાઇક લઇને જતા હતા. આ દરમિયાન મનાડ ગામથી કેશરોલ ગામ વચ્ચેના રોડ ઉપર સામેથી પુરઝડપે આવતી ઝાયલો કારના ચાલકે બાઇક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટના બાદ કાર ચાલક કાર મૂકી સ્થળ પરથી કરાર થઈ ગયો હતો. સ્થળ પર લોકોના ટોળા વચ્ચે ભરૂચ તાલુકા પોલીસે દોડી આવી બન્ને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. તેમજ ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકોની આત્માને શાંતિ મળે તેમજ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે એજ પ્રાર્થના.