“જેઠાલાલ” દિલીપ જોષીની દિકરીની ના લગ્ન આ ખાસ વ્યક્તિ સાથે 8 ડીસેમ્બરના રોજ લગ્ન થશે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ જાણવા મળ્યું હતું કે, જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની દીકરી નિયતીનાં લગ્ન છે. ત્યારે આ વાતની જાણ થતાં જ સૌ કોઈ ચાહકોને આતુરતા હતી કે આખરે નિયતીના લગ્ન કોની સાથે થઈ રહ્યા છે? હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળી ગયું છે કે, નિયતીનો જીવન સાથી કોણ છે? ખરેખર આ જાણીને તમને પણ આશ્ચય થઈ જશો. આ લગ્ન પણ ખૂબ જ જાજરમાન રીતે થશે અને તમામ કલાકારો પણ આ લગ્નમાં હાજરી આપશે.
ચાલો અમે આપને જણાવીએ કે નિયતીના જીવનમાં આગમન કરનાર આ યુવક કોણ છે અને શા માટે જેઠાલાલ આ યુવક ને પોતાના જમાઈ તરીકે સ્વીકાર્યો એ વાત પણ આપણે જાણીશું. આપણને જાણવા મળ્યું હતું કે, નિયતિના લગ્ન 11 ડિસેમ્બરના રોજ છે. અહેવાલ મુજબ આ તારીખે લગ્ન નહીં પરંતુ રિસેપ્શન છે. જે તાજ હોટેલમાં યોજાશે. આ લગ્ન વિશે સૌ કોઈ જાણવા માંગે છે. ખરેખર હાલમાં તો ડિસેમ્બર આખો બસ લગ્નના રંગે રંગાઈ રહ્યું છે.
નિયતી જેના સાથે અગ્નિના સાક્ષીમાં ફેરા ફરશે એ યુવાન એટલે યશોવર્ધન મિશ્રા! નિયતિ તથા યશોવર્ધનના લગ્ન 8 ડિસેમ્બરે યોજાશે.નિયતિ તથા યશોવર્ધન છેલ્લાં ચાર વર્ષથી એકબીજાને પસંદ કરતાં હતાં, બંને એક જ કોલેજમાં સાથે જ હતાં અને તેમના પરિવારને આ પ્રેમ સંબંધ વિશે ખબર હતી. લૉકડાઉનને કારણે લગ્ન પોસ્ટપોન થયા હતા. લ બંને પરિવારે પહેલાં મહાબળેશ્વર, લોનાવલા, કરજત જેવાં સ્થળો પણ લગ્ન માટે જોયાં હતાં. જોકે અંતે લગ્ન નાશિકની હોટલમાં કરવાનો નિર્ણય થયો હતો.
યશોવર્ધન મિશ્રા જાણીતા લેખક તથા ગીતકાર અશોક મિશ્રાનો દીકરો છે. અશોક મિશ્રાએ શ્યામ બેનેગલની ફિલ્મ ‘વેલકમ ટુ સજ્જનપુર’ના રાઇટર હતા. આ ફિલ્મમાં તેમણે ‘સીતા રામ..’, ‘દિલદરા દિલદરા…’, ‘આદમી આઝાદ હૈ…’, ‘મુન્ની કી બારી હૈ..’ જેવાં ગીતો લખ્યાં હતાં.યશોવર્ધન ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલો નથી. દિલીપ જોષીની મોટી દીકરી નિયતિની વાત કરીએ તો તે ક્રોસવર્ડ બુક સ્ટોર્સમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હતી. આ પહેલાં નિયતિ જોષીએ ફ્રીલાન્સર તરીકે પણ કામ કર્યું છે.હવે જેઠાલાલનો જમાઈ બનતા જગત આખું જાણવા લાગશે.