જો તમારા પરિવાર માં પણ કોઈ પાન માવા ના આદી હોઈ અને મોઢું ના ખુલતું હોઈ તો આટલું જરૂર કરો.
આપણે સૌ જાણીએ છીએ કે હાલ દુનિયામાં બધા લોકોને કઇંક ને કઇંક વ્યસન હોઈ છે, તે પછી નાની ઉમરના વ્યક્તિઓ હોઈ કે મોટી ઉંમરના તેમને કંઇક ને કંઇંક વ્યસન તો હોઈ જ છે, અને આપણે સૌ જાણીએ છીએ વ્યસન સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક છે, તે પછી પાન,માવા સિગરેટ કે પછી શરાબ ગમે તેનું હોઈ અને એક વાર કોઈપણ વ્યક્તિ ને વ્યસન ની આદત પડી જાય તો પછી કોઇપણ સંજોગો માં તે છોડી શકતો નથી, પરંતુ આજે આપણે સૌથી મોટું વ્યસન તંબાકુ કે જે હાલ મોટાભાગ ના લોકોને છે, તેને છોડવાનું ઘરેલું ઉપાય ની વાત કરવાની છે,
કોઈપણ વ્યક્તિ ને જો તંબાકુ ના વ્યસન થી મુક્ત થવું હોઈ તો એક ઘરેલું ઉપાય છે કે, આંબલા આંબલા નો પાવડર બનાવી તેને ખાવાથી તંબાકુ ની આદત પર કાબુ મેળવી શકાય છે. આનું સેવન આપણા શરીર માટે ખુબજ ફાયદાકારક છે. આંબલા ની જેમ અજમા ના પાવડર નું પણ સેવન કરવાથી તંબાકુ ની આદત છુટી જાય છે. અજમા નો પાવડર બનાવી તેમાં લીંબુ નો રસ મેળવી જેમ આપણે તંબાકુ ખાઈએ છીએ, તેવીજ રીતે આ પાવડર ખાવાથી તંબાકુ ખાવાનું વ્યસન છુટી શકે છે.
તંબાકુ ના વ્યસન છોડવાના ઘણા બધા ઉપાયો છે, ઘણા લોકોને તંબાકુ ચાવવની આદત હોઈ છે, જો તેની એ આદત છોડવી હોઈ તો તંબાકુ ની જગ્યાએ ચીન્ગ્મ ચાવવાનું શરુ કરવું, અને ઘણા લોકોને તંબાકુ ની સુગન્ધ પણ ખુબજ ગમતી હોઈ છે, તો તેને ગુલાબ, કેવડા જેવી સારી વસ્તુ સુંઘવાની આદત પાડવાથી તંબાકુ સુંઘવાની આદત ભૂલી જવાય છે, તંબાકુ નું વ્યસન છોડવું ખુબજ મુશ્કેલ હોઈ છે, પરંતુ તેનાથી હાર માન્યા વગર તેનો સામનો કરી આપણું મનને કાબુ કરી છોડવાના તમામ પ્રયાસો કરવાથી તંબાકુ છુટી જાય છે.
ઘણા લોકો ઘણા લાંબા સમયથી તંબાકુ સેવન કરતા હોઈ છે, તેથી તેને તંબાકુ છોડવામાં ખુબજ મુશ્કેલી પડતી હોઈ છે, અને જે લોકો લાંબા સમય બાદ તંબાકુ છોડે ત્યારપછી તે લોકોને માથાનો દુખાવો, નીંદ ન આવવી, શરીર કમજોર થઇ જવું, સ્વભાવ ચીડચીડિયો થઇ જવો તેવું થાય છે, અને આવી પરિસ્થતિ ના કારણે ઘણા લોકો તંબાકુ નું વ્યસન ફરી વખત શરુ કરી દેતા હોઈ છે, પરંતુ જો આપણે તંબાકુ નું વ્યસન છોડીએ છીએ તો આપણે આપણી ઇચ્છાશક્તિ કમઝોર થવા ન દઈએ, ભલે ગમે તેટલી મુશ્કેલી પડે પણ આપણે આપણું મનોબળ મજબુત રાખી એક દ્રઢ નિશ્ચય કરી લઈએ કે તંબાકુ નું વ્યસન ફરીવાર કરવું જ નથી. અને જો આપણને ઉપરોક્ત પરિસ્થતિ ઉભી થાય તો આપણે આપણને બીજા અન્ય કાર્યોમાં વ્યસ્ત કરી તેને ભૂલવાના પ્રયત્ન કરવા જોઈએ, અને આપણી ઇચ્છાશક્તિ ને ખુબજ મજબુત બનાવી જોઈએ.