રોજ રાત્રે એક લસણની કળી ખાઈ જવી પછી થાશે એવુ કે તમે ક્યારેય વિચાર્યું પણ નહી હોય
આપણે આપણા શરીર ને સ્વસ્થ રાખવા માટે ઘણા બધી વસ્તુઓ નો ઉપયોગ કરતા હોઈ છે, અને હાલ લોકો પૌષ્ટિક આહાર ના બદલે દવાઓ થી પોતાના શરીર ને સ્વસ્થ રાખવાનું કરતા હોઈ છે, પરંતુ જો આપણે હમેશા સ્વસ્થ રહેવું હોઈ તો પૌષ્ટિક આહાર સમયસર લેવો જોઈએ અને તેમાં પણ મિર્ચ મસાલા તેલ ખુબજ ઓછા પ્રમાણ માં લેવું જોઈએ, ઘણી બધી એવી શાકભાજી છે કે જેનું સેવન કરવાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે, તેવી જ આજે એક શાકભાજી તો નહિ પરંતુ એવી વસ્તુ કે જે રોજ-બરોજ આપણી રસોઈ માં વપરાતી હોઈ અને તેનું કેટલું મહત્વ છે તેના વિષે આજે આપણે વાત કરવાના છીએ,
વાત કરીએ તો લસણ લસણ એ એવી વસ્તુ છે કે તેનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં રસોઈ બનાવતી વખતે થાય છે. તે માત્ર ખોરાકને સ્વાદિષ્ટ અને સુગંધિત બનાવે છે. તેમજ તેમાં રહેલા તત્વો અને ગુણો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જેના કારણે આયુર્વેદમાં તેનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે. આપણે ફક્ત લસણ ને રસોઈ માં સારા સ્વાદ માટે ઉપયોગ કરતા હોઈ છે, પરંતુ આજે આપણે તેનો ઉપયોગ કંઈક અલગ રીતે કરવાની વાત કરવાના છીએ, અને તેનાથી થતા ફાયદા વિષે જાણવાના છીએ.
વાત કરીએ તો લસણ જેમ રસોઈ માં વાપરવાથી રસોઈ સ્વાદિષ્ટ થાય છે, તેમ રોજ લસણ ની એક કળી રાત્રે ખાવાથી આપણા શરીર નો ખરાબ કચરો બહાર નીકળી જાય છે, અને શરીર મજબુત અને સ્વસ્થ રહે છે. રોજ રાત્રે એક ગ્લાસ ગરમ પાણી સાથે એક લસણ ની કળી ખાવાથી પેટ સાફ રહે છે, અને પેટ થી થતી તમામ તકલીફું દુર થાય છે.
ઘણા લોકો એવા હોઈ છે, કે તે થોડું કામ કરવાથી થાકી જતા હોઈ છે, તેમની માટે આ ઔષધી ખુબજ સારી છે, અને વધુમાં વાત કરીએ તો મધ અને લસણ ની કળી નું સેવન કરવાથી આપણને થાક લાગતો નથી, અને શરીર માં નબળાઈ રહેતી નથી, અને આનું રોજ સેવન કરવાથી આપણા શરીર ની રોગપ્રીતીકારક શક્તિ વધે છે, અને ગમે તેવી બીમારી સામે તે લડી શકે છે. તેથી લસણ નું સેવન શરીર માટે ખુબજ ફાયદાકારક છે.