પ્રોફેસરથી ધારાસભ્ય સુધીની સંપુણ સફર ! આશાબેન પટેલ આવુ જીવન જીવ્યા હતા
હાલમાં જ ઉત્તર ગુજરાતનું ઉંઝા શહેર શોકમગ્ન બની ગયું છે. ખરેખર માત્ર ઉત્તર ગુજરાત જ નહિ પણ રાજકીય ક્ષેત્રમાં પણ ડો.આશા બહેનના મુત્યુ થી દુઃખી છેડો.આશાબેનનુ ડેન્ગ્યૂની બીમારીમાં ત્રણ દિવસમાં જ મુત્યુ થયું.ડો. આશાબેનના અવસાનથી ઉત્તર ગુજરાતને નહીં સમગ્ર ગુજરાતને ખોટ પડી છે. ઊંઝામાં વિકાસમાં સતત ચાર વર્ષ કામ કર્યાં છે. આશાબેન નીડર અને નિખાલસ નેતા હતાં અને સ્ત્રી શક્તિનું ઉત્તમ ઉદાહરણ હતા.આજે આપણે તેમનાં જીવનની સફર વિશે જાણીશું કે કંઈ રીતે તેઓએ પ્રોફેસરથી ધારાસભ્ય સુધીની સફર પૂર્ણ કરી.
તમને જાણીને નવાઈ લાગશે કે ઊંંઝાનાં લડાયક ધારાસભ્ય ડૉ.આશાબેન પટેલે એમએસસી બીએડ પીએચડી (કેમેસ્ટ્રી) સુધીનો અભ્યાસ કર્યા બાદ એમ.એન. કોલેજ વિસનગરમાં 2013 થી 2017 સુધી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપ્યા બાદ 2017માં પહેલીવાર ઊંઝાથી કોંગ્રેસનાં ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યાં હતાં.તેમના જીવનમાં તેમને અથાગ પરિશ્રમ કર્યો અને અનેક વખત હાર નો સામનો કરવો પડ્યો.
ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ રાજકારણમાં જોડાયાં તે પૂર્વે શિક્ષણવિદ્ હતાં. વર્ષ 2011માં વિસનગરની એમ.એન. કોલેજમાં કરાર આધારિત રસાયણ શાસ્ત્રનાં પ્રાધ્યાપિકા તરીકે સેવા આપવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2012માં જીપીએસસી પાસ કરી કાયમી પ્રાધ્યાપિકા બન્યાં. વર્ષ 2017 સુધી એમ.એન. કોલેજમાં બાળકોને કેમેસ્ટ્રીનો અભ્યાસ કરાવ્યો હતો.પીએચડી સુધીનો ઉચ્ચ અભ્યાસ મેળવી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયાં. તેમનામાં રહેલાં નેતાગીરીનાં ગુણો અને વક્તૃત્વ કલાના કારણે વર્ષ 2006માં 29 વર્ષની યુવા વયે ઊંઝા તાલુકા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ બન્યાં. 2007માં જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી, 2008માં પ્રદેશ મહામંત્રી બન્યાં
. 2010માં મહેસાણા જિલ્લા પંચાયતની કામલી બેઠક પરથી ચૂંટણી લડી રાજકારણમાં વિધિવત પ્રવેશ કર્યો.ભાજપ પાસે રહેલી ઊંઝા વિધાનસભા બેઠક પરથી 2012માં કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા. જેમાં ભાજપને ટક્કર આપી પણ પીઢ આગેવાન નારણભાઇ લલ્લુભાઇ પટેલ સામે 24,201 મતથી પરાજય થયો. 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન સમયે ઉત્તર ગુજરાતનાં મહિલા આગેવાન તરીકે લાઇમ લાઇટમાં આવ્યાં અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પુન: ટિકિટ આપી, જેમાં ભાજપના નારણ કાકા સામે 19,529 મતે જીત્યાં.કોંગ્રેસમાં ધારાસભ્ય પદે માત્ર 2 વર્ષ જેટલા ટૂંકા સમય માટે રહ્યાં. કોંગ્રેસની આંતરિક ખટપટથી કંટાળી કોંગ્રેસને બાય બાય કરી.
ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો. ભાજપે પેટાચૂંટણીમાં તેમને જ ઉમેદવાર બનાવ્યાં. જેમાં તેઓ કોંગ્રેસના કા.મુ. પટેલ સામે 23,072 મતે વિજય હાંસલ કરી બીજીવાર ધારાસભ્ય બન્યાં. ભાજપમાં પ્રવેશ બાદ તેમનું રાજકીય કદ વધ્યું હતું.ડૉ. આશાબેન પટેલ 14મી ગુજરાત વિધાનસભામાં જાહેર હિસાબ સમિતિ, નિયમો માટેની સમિતિ, સ્થાયી પરામર્શ સમિતિ, જાહેર સાહસ કમિટીનાં સભ્ય તરીકે રહ્યાં હતાં અને તેમના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન તેમણે સેવકાર્યો કર્યા છે અને અનેક લોકો માટે પ્રેરણા રૂપ સાબિત થયા છે. તેમની ખોટ આપણે સૌ કોઈને વર્તાશે.