ઘરની બહાર જતાં હોય અને આ સંકેત મળે તો તમને ધન લાભ થશે.
દરેક મનુષ્ય રોજ સવારે ઉઠીને કામકાજ પર લાગી જાય છે અમે દરેક સવાર એવી ઇચ્છતો હોય કે, તેને ધનની પ્રાપ્તિ થાય. ત્યારે આજે આપણે જાણીશું કે, ઘરની બહાર નીકળતી વખતે ક્યાં ક્યાં બાબતની ધ્યાન રાખવી જોઈએ જેથી ધન લાભ થઈ શકે છે.
આપણે સૌ જાણીએ છે કે, જરૂરી કામથી ઘરની બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમને શંખ-ઘંટ, સ્વસ્તિકનું ચિહ્ન, સિક્કો અથવા ઘોડાની નાળ મળી જાય તો શુભ સંકેત માનવામાં આવે છે. તમે આ ચીજવસ્તુઓને ઉઠાવીને પોતાની પાસે રાખી શકો છો.
એવું માનવામાં આવે છે કે, ઘરની બહાર નીકળતા જો તમને શેરડીનો ઢગલો, ગાય અથવા ગાયનો અવાજ સાંભળવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. સાથે જ ધન પ્રાપ્તિના યોગ બનવાના શરૂ થઈ જાય છે. તમે જે કામ માટે જઈ રહ્યા છો તેમાં સફળતા મળી શકે છે.
જો તમે કોઈને પૈસા આપી રહ્યા હોય કે લઈ રહ્યા હોય ત્યારે બીજાને પૈસા આપતા તમારા હાથમાંથી પૈસા જમીન પર પડી જાય તો તે શુભ સંકેત માનવામાં આવે છે. આ સિવાય તમે રસ્તામાં છો અને કોઈ બાળક આવીને પૈસા આપે તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે, આ તમામ સંકેત ધન યોગ સૂચવે છે.