ગુજરાતના આ ગામ મા આજ દિન સુધી એક પોલીસ કેસ નથી નોંધાયો ! ગામ મા એવો સંપ કે…
ગામડાનું હ્દય સદાય ધબકતું રહે છે, શહેરો કરતાંય ગામડું વધુ રૂપાળું હોય છે આ વાત તો સત્ય અને સ્વીકારવા જેવી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, કોરોનાની પરિસ્થિતિમાં લોકો પોતાના શહેરોમાં વૈભવશાળી બંગલાઓ છોડીને ગામડાઓમાં રહેવા આવેલા. ત્યારે આજે અમે આપને એક એવા ગામ વિશે જણાવીશું જ્યા આજ સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ ટૂંકમાં કહીએ તો આ એવું ગામ જ્યાં કોઈ પણ પ્રકારનાં ગુન્હા કે ઝઘડાઓ થતા નથી. ચાલો અમે આપને આ ગામ વિશે જણાવીએ.
આજના સમયમાં દરેક ગામ અને શહેરોમાં નાં મોટા ગુન્હાતો જોવા મળતા હોય છે પણ ગુજરાત નજીક પાકિસ્તાન સરહદને અડીને આવેલ એક ગામ એવુ છે જ્યાં વર્ષોથી એકપણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, જે પાછળનું કારણ છે ગામનો ભાઈચારો છે. કહેવાય છે ને કે, સંપ ત્યાં જપ. આમ પણ એકતા માં તાકત છે તે બીજે ક્યાંય નથી. હાલમાં જ જાણવા મળેલ હતું કે, ભારત પાકિસ્તાન સરહદ નજીકનું ગામ તેના ભાઇચારાને લઇને ખ્યાતિ પામેલું છે.
આ ગામ ઉત્તમ ઉદાહરણ છે એકતાનું કારણ કે,આ ગામના લોકોમાં એટલો સંપ છે કે આ ગામમાં આઝાદી બાદ આજદિન સુધી ક્યારેય પણ પોલીસ ફરિયાદ નથી થઇ. સૂઇગામ તાલુકાનું મમાણા ગામ.આદર્શ ગામ તરીકે ખ્યાતિ પામેલા મમાણા ગામમાં સ્વચ્છતા અને સુવિધાઓ તો છે જ.પરંતુ સૌથી મહત્વની વાત છે આ ગામનો ભાઇચારો. આ ગામમાં વસતા અલગ અલગ જ્ઞાતિના લોકોએ ક્યારેક એકબીજા સાથે ભેદભાવ નથી કરતા અને આજ કારણે આ ગામની ઓળખ બની છે.
ગામમાં એકબીજાની ક્યારેય કોઇ સમસ્યા હોય તો સાથે બેસીને જ તેનું સમાધાન થાય છે. જેનું પરિણામ છે કે આઝાદી બાદ ક્યારેય પણ મમાણા ગામમાં એક પણ પોલીસ ફરિયાદ નથી થઇ. એટલુ જ નહીં ગામમાં 100 ટકા શૌચાલય હોવાને કારણે નિર્મળ ગામ એવોર્ડ મળ્યો છે,વળી ગામ ની પ્રાથમિક શાળા ને 2008માં દિવ્ય શાળા,અને 2016 માં શાળા સ્વચ્છતા એવોર્ડ મળ્યો છે.આ ગામમાં ખૂબ જ સુખ સુવિધાઓ છે અને આ ગામ પોતાની સુંદરતા અને એકતા થકી દ્વારા આખા વિશ્વ ભરમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.