Gujarat

સુરતના પટેલ પરીવારે માનવતા મહેકાવી! અંગદાન થી સાત લોકો ને નવુ જીવન મળશે અને હૃદય….

આપણે અવારનવાર બ્રેઈનડેડ ના કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ, અને આ બ્રેઈનડેડ વ્યક્તિ ના પરિવારો આ બ્રેઈનડેડ વ્યક્તિ ના અંગોનું દાન કરી ઘણા લોકોના જીવ બચાવતા હોઈ છે, અને આપ સૌ જાણો છો એમ ઓર્ગન ડોનર શહેર તરીકે પોતાની અલગ ઓળખ મેળવનાર શહેર સુરત માંથી વધુ એક આવીજ અંગદાન ની ઘટના સામે આવી છે, જેમાં ડોનેટ લાઇફના માધ્યમથી આ વ્યક્તિ ના હદય, ફેફસા, કીડની, લીવર, અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન મળ્યા હતા.

ઘટના ની વાત કરીએ તો રાજપૂત ફળિયું, ભીનાર ગામ તા-જલાલપોર, જી-નવસારી ખાતે રહેતા અને નવસારી BAPS સ્વામી નારાયણ મંદિરમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા જીગ્નેશભાઈ પટેલ કે જેઓ ગત રવિવાર તા-૧૨ ડિસેમ્બર ના રોજ તેમની પત્ની નામે અસ્તીકાની સાથે મોટરસાઇકલ ઉપર પોતાના ઘરે ભીનારથી તેમના સબંધીને મળવા નવસારી જતા હતા ત્યારે ભીનાર નવસારી રોડ રેલ્વે બ્રીજ ઉતરતા સાગડા પાસે તેમની પત્ની આસ્તીકા અકસ્માતે અચાનક મોટરસાઇકલ પરથી નીચે પડી જતા તેમના માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી, જેના કારણે તેઓ બેભાન થઇ ગયા હતા, અને તેમને તાત્કાલિક ધોરણે નવસારી માં આવેલ યશફીન હોસ્પિટલ માં સારવાર માટે લઇ ગયા હતા.

ત્યાં હોસ્પિટલ માં તેમની સારવાર દરમિયાન CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ત્યાંથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને સુરત ની INS હોસ્પિટલ માં ન્યુરોફીજીશીયન ડો.મેનેજ સત્યવાણી ની સારવાર હેઠળ દાખલ કરી સારવાર હેઠળ લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તા-૧૪ ડીસેમ્બર મંગળવાર ના રોજ INS હોસ્પિટલ ના ડોકટરો દ્વારા આસ્તિકા બેન ને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા, અને ત્યારબાદ આની જાણ થતા ડોનેટ લાઇફ ની ટીમ આ હોસ્પિટલ માં પહોંચી હતી, અને આસ્તીકા બેન ના પરિવારો ને અંગદાન નું મહત્વ અને સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

આ તમામ માહિતી લીધા બાદ પરિવારજનો ની મંજુરી લેતા આસ્તીકા બેન ના પતિ જીગ્નેશભાઈએ એ કહ્યું કે આપણે એક સામાન્ય માણસ છીએ, આપણે આપણા જીવનમાં ચીજવસ્તુનું દાન કરી શકતા નથી, અને અત્યારે મારી પત્ની ને બ્રેઈનડેડ છે, અને તેનું મૃત્યુ નિશ્ચિંત જ છે તો તેના અંગોનું દાન કરી ઓર્ગેન દર્દીઓ ને નવજીવન આપી આનાથી વિશેષ કાર્ય દુનિયામાં શું છે, આ એક ખુબજ ઉચ્ચ કાર્ય છે, અને આખરે તેમણે આ મહત્વનો અંગદાન નો નિર્ણય લીધો હતો.

આસ્તીકા બેન ની અંગ દાન ની વાત કરીએ તો તેમનું લીવર અને  બંને કીડની SOTTO દ્વારા અમદાવાદ ની IKDRC માં ફાળવવા માં આવ્યા છે. તેમના હદય નું ટ્રાન્સપ્લાન્ટ અમરેલી માં એક ૧૭ વર્ષીય વિદ્યાર્થી માં કરવામાં આવશે. અને તેમના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈ હોસ્પિટલ માં કરવામાં આવ્યું છે, આવી રીતે તેમના અલગ-અલગ અંગોનું દાન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!