ડમ્પર ની અડફેટે બાઈક આવી જતા એક પરિવાર ના ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા ! અકસ્માત એવી રીતે થયો કે …
હમણાં થોડા સમયથી ગુજરાત ના દરેક માર્ગ માં એક પછી એક અકસ્માત ની ઘટનાઓ દિવસે દિવસે બની રહી છે, અને ખુબજ દર્દનાક અકસ્માત બની રહ્યા છે, હાલ કઈ નક્કી નથી હોતું કે પોતાના ઘરેથી નીકળેલી વ્યક્તિ પાછી પોતાના ઘરે પરત ફરશે કે નહિ, હાલ વાહનોનું પ્રમાણ ખુબજ વધી ગયું છે, તેથી ખુબજ કાળજીપૂર્વક વાહનો ચલાવવા જોઈએ, અકસ્માત ઘટના ની વાત કરીએ તો આવીજ એક ઘટના મહેસાણા જીલ્લામાં બની હતી, કે એક બાઈક ડમ્પર સાથે અથડાતા દર્દનાક અકસ્માત સર્જાયો હતો, જેમાં એકજ પરિવાર ના ત્રણ સભ્યો ના મૃત્યુ થયા હતા.
ઘટનાની વાત કરીએ તો દાહોદ જીલ્લાના ગુગસ ગામના રહેવાસી અને મહેસાણાના વાલમ ગામે મજુરી કામ કરતા શખ્સ નામે સવાભાઈ હકલાભાઈ પારધી કે જેઓ તેની પત્ની નામે લાલીબેન પારધી અને પોતાના પુત્ર નામે રાજેશ પારધી સાથે વિસનગર થી વાલમ તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક મહેસાણા જીલ્લાના વિસનગર-ઊંઝા હાઇવે ઉપર કાંસા ગામ નજીક ગત ગુરુવારે સાંજે એક ડમ્પર ચાલકે સવાભાઇ ની બાઈક ને અડફેટે લેતા એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ બાઈક ને અડફેટે લેતા બાઈક પર સવાર ઉપરોક્ત ત્રણેય લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. આ દર્દનાક ઘટના ગુરુવાર ની સાંજે બની હતી, આ બાઈક પર સવાર ત્રણેય ના અરેરાટી ભર્યા મોત નીપજવાથી ત્યાના પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી, અને ત્યારબાદ મળતી માહિતી અનુસાર જાણવા મળેલ કે આ મૃત્યુ પામેલ વ્યક્તિઓ એક જ પરિવાર ના છે, તે સાંભળીને લોકોમાં ખુબ કરુણતા ફેલાઈ ગઈ હતી.
ઘટના ની મળતી માહિતી અનુસાર મહેસાણા જીલ્લાના વિસનગર-ઊંઝા હાઇવે ઉપર કાંસા ગામ નજીક આ ઘટના બનતા ની સાથે પોલીસ ત્યાં ઘટના સ્થળે આવી પહોંચી હતી, અને આગળની તપાસ હાથ ધરી હતી, અને પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.