ઘરે સગાઈ ની વાત ચાલતી હતી અને યુવકે એવુ પગલુ ભરી લીધુ કે પરીવાર મા માતમ છવાઈ ગયો
આજ ના અનેક યુવાનો દારુ અને ડ્રગ જેવા નશાકારક પદાર્થો ના રવાડે ચડી ગયા છે જેના કારણે અનેક યુવાનો ની જીંદગી બરબાદ થય છે. ત્યારે આવા નશાકારક પદાર્થો પર કડક અંકુશ જરુરી છે. તાજતર મા જ એક પરીવારે પોતાનો જુવાનજોધ દીકરો દારુ ની લત થી ગુમાવ્યો છે. આવો જાણીએ આ ઘટના વિશે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર સુરતના ભેસ્તાન રેલવે-ટ્રેક પર સચિનના એક યુવાને ટ્રેન સામે પડતું મૂકી આત્મ હત્યા કરી લીધી છે. આ ઘટના અંગે યુવકના મોટાભાઈ નુ કહેવુ છે કે યુવક છેલ્લા 10 દિવસ થી દારુની લતે લાગી ગયો હતો અને જયારે આ બાબતે તેને સમજાવવા આવ્યો અને દારુ પીવાની ના કહેવામાં આવી તો માઢુ લાગી ગયુ હતુ અને મોત ને વ્હાલુ કરી લીધુ હતુ.
મૃતક નુ નામ મોનુ વિશ્વકર્મા હતુ અને તે મીલ મા નોકરી કરતો હતો. મોનુ ની સગાઈ ની વાત ચાલતી હતી અને સગાઈ પણ નક્કી જેવુ હતુ ત્યારે ઘર નુ યુવાન દિકરા ના મોતના સમાચાર મળતા પરીવાર મા માતમ છવાય ગયો હતો. મૃતક ના મોટા ભાઈ સોનુ એ જણાવ્યું હતુ કે મોનુ ને અનેક વખત પુછવામાં આવ્યુ હતુ કે શા માટે દારુ પીવે છે પરંતુ જવાબ આપ્યો નહતો અને જયારે ગુરુવારે મોનુ દારુ પી ને દુકાને આવ્યો ત્યારે તને દારુ પીને દુકાને આવવાની ના કહી હતી ત્યારે બાદ અડધી કલાંક મા જ રેલ્વે સ્ટેશને થી ફોન આવ્યો હતો કે મોનુ ટ્રેન ની અડફેટે આવ્યો છે.
ટ્રેન ની અડફેટે આવયા બાદ મોનુ ને 108 ના મારફતે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ. મોનુ પરીવાર નો બીજા નંબર નો દિકરો હતો અને કુલ ત્રણ ભાઈઓ હતા. પરીવાર મા અચાનક આવી ઘટના બનતા કરુણ દૃશયો સર્જાયા હતા.