Viral video

દિવ્યાંગ વ્યક્તિ ને રોડ ક્રોસ કરતા જોઈ ટ્રાફીક પોલીસે જે કર્યુ તે જાણીને સલામ કરશો ! જુવો વિડીઓ

આપણે ઘણી વાર જોયું હશે કે રસ્તા વચ્ચે ઘણા વૃદ્ધ લોકો કે પછી આંધળા વ્યક્તિઓ રોડ પર રસ્તા ક્રોસ કરતા હોઈ છે, પરંતુ આપણે એવા લોકોનો હાથ પકડી મદદ કરવાનું કોઈ વિચારતા નથી, એવા લોકોની મદદ કરવાથી આપણને તેના આશીર્વાદ મળે છે, અને તેના આશીર્વાદ થી આપણે આપણા જીવનમાં  ખુબજ આગળ વધ્યે છીએ, આવા જ એક સેવાભાવી કાર્ય નો વિડીઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, એક ટ્રાફિક પોલીસ કર્મચારી એક દિવ્યાંગ વ્યક્તિ ને હાથ પકડીને રોડ ક્રોસ કરાવે છે. તે જોઈ લોકો એ ટ્રાફિક પોલીસ ના ખુબજ વખાણ કરે છે.

વાત કરીએ તો પોલીસ ની નોકરી ની વાત કરીએ તો એ એક લોકસેવા નું જ કામ છે, કારણ કે પોલીસ ની નોકરી એ આમ જનતા ની સેવા અને સુરક્ષા માટેની છે, અને આપણે એવા ઘણા પોલીસ વાળા વિષે સાંભળ્યું હશે કે, કે તેમને તેની ડ્યુટી થી વધારે કઈ જ વસ્તુ વિશેષ નથી, અને તેવા ઘણા પોલીસ ના સહાયકાર્યો ને કારણે તે લોકોમાં ખુબજ પ્રસિદ્ધ પણ થતા હોઈ છે. તેવા જ એક  મુંબઈ ના ટ્રાફિક પોલીસ નો સહાય કારક વિડીઓ જે સોશ્યલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

આ પોલીસ કર્મીની વાત કરીએ તો પોતાની ફરજ નિભાવતા આ પોલીસ કર્મીએ એક દિવ્યાંગ વ્યક્તિ કે જે ચાલી શકતો નથી, અને આ વ્યક્તિ ને રોડ ક્રોસ કરવો હતો, તેથી આ ઉભેલા જનતા ના સેવક અને હીરો પોલીસ કર્મીએ તેનો હાથ પકડી  તેમને રોડ ક્રોસ કરાવ્યો હતો. અને આ તમામ ઘટના નો વિડીઓ કેમરામાં કેદ થઇ ગયો હતો. અને આ વિડીઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થતા ની સાથે લોકોને ખુબ પસંદ આવ્યો હતો અને લોકો આ વિડીઓ જોઈ લાગણી શીલ બની ગયા હતા.

આ વિડીઓ માં મદદ કરનાર આ પોલીસ કર્મીનું નામ રાજેન્દ્ર સોનાવણે છે, અને મળતી માહિતી અનુસાર  આ વિડીઓ મુંબઈ છત્રપતિ શિવાજી ટર્મિનસ ની બહાર રોડ પરનો છે,  અને આ વિડીઓ સોશ્યલ મીડિયા પર આવતા ઘણા લોકો આ વિડીઓ ને સારી સારી કમેન્ટ્સ આપે છે, કે આ પોલીસ કર્મી રીયલ હીરો છે, અને પોતાની ફરજ નિભાવતા આ પોલીસ કર્મી ને આ દિવ્યાંગ વ્યક્તિ પર સારી સંવેદના દેખાય રહી છે, વધુમાં વાત કરીએ તો પોલીસ કર્મી રાજેન્દ્ર સોનાવણે આ સારા કાર્ય પહેલા ઘણા લોકોની આવી રીતે મદદ કરેલી છે, અને હજુ સુધી તે લોકોની મદદ કરવામાં આગળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!