આ એક કારણથી યુવકે 17 લાખ ની નોકરી ઠુકરાવી દીધી ! કારણ જાણશો તો..
આપણે ઘણી જગાએ જોયું અને સાંભળ્યું હશે કે ઘણા લોકો પોતાના સપના પુરા કરવા અને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા ખુબજ અઘરી મહેનત કરતા હોઈ છે, અને તે પાછળ તે પાગલ થઇ જતા હોઈ છે, અને પોતાનું બધું દાવ પર લગાડી દેતા હોઈ છે. અને ઘણા લોકો કે જે પૈસા થી આગળ હોઈ છે, પરંતુ તે તેના લક્ષ્ય સુધી પહોંચી શક્યા નથી, તો પછી તેની પાસે ગમે તેટલો પૈસો નહિ હોઈ તે એ પૈસા ને ઠુકરાવી પોતાના સપના પાછળ દોડવા લાગે છે, આવીજ એક વાત કરીએ તો અમદાવાદ નો એક યુવાન કે જે પોતે સારી એવી નોકરી ધરાવતો હતો. પરંતુ તેણે તેના સપના માટે એ નોકરી ને છોડી દીધી હતી.
વાત કરીએ તો આ યુવાન નામે વિશાલ ચિતલાંગ્યા(ઉ.વ.-૨૪) અમદાવાદ ના થતલેજ માં રહેતો હતો, અને સી.એ નો અભ્યાસ કરતો હતો, સી.એ ના ફાઈનલ માં આ યુવાન સમગ્ર ભારતમાં ૪૦ માં ક્રમે રહ્યો હતો. જેના બાદ તેને મુંબઈ ની એક ટેકસટાઇલ કંપનીમાં ૯.૫ લાખના પેકેજ સાથે તેને નોકરી મળી ગઈ હતી. અને નવાઈ ની વાત તો એ છે કે તે સમયે તેની ઉંમર ફક્ત ૨૧ વર્ષની જ હતી, ત્યારબાદ પોણા ત્રણ વર્ષ તેની મહેનત થી તેને પ્રમોશન મળ્યું હતું, અને તેનું પેકેજ ૯.૫ લાખથી સીધું ૧૭ લાખ સુધીનું થઇ ગયું હતું. તે એટલી નાની ઉમરમાં એટલો સકસેસ બન્યો હોવા છતાં તેને હજુ પોતે આગળ વધવું હતું.
અમદાવાદ માં આઈઆઈએમ માં તેને ભણવાની ખુબજ ઈચ્છા હતી, અને તેને કેટ ની પરીક્ષા પાસ કરવી હતી, તેથી તેણે તેની તૈયારી શરુ કરી દીધી હતી. અને તેણે આની માટે પોતાની ૧૭ લાખ રૂપિયા ના પેકેજ ની નોકરી છોડી દીધી હતી. વિશાલ ભણવામાં પહેલેથી જ ખુબજ હોંશિયાર હતો, ધો-૧૦ અને ૧૨ માં પણ તેને ખુબજ સારા ટકા આવ્યા હતા, તે આઈ આઈ એમ માં મેનેજમેન્ટ ફાયનાન્સ કરવા માંગતો હતો, અને તેમાં એડમીશન મળે એટલે તે ખાસ કરી ટેકનોલોજી અને ફાયનાન્સ (ફિનટેક) માં પોતાનું સ્ટાર્ટઅપ કરવા માંગતો હતો.
વિશાલ કે જે ખુબજ નાની ઉમરમાં વર્ષે રૂપિયા ૧૭ લાખ રૃપિયા કમાતો હતો, પરંતુ પોતે ફીનટેક માં આગળ વધવા માટે એ ૧૭ લાખ ની નોકરી પણ તેમણે છોડી દીધી હતી, અને મહત્વની વાત તો એ છે કે આ પરીક્ષા પહેલા ફક્ત તેમણે સાડા ત્રણ મહિના જ મહેનત કરી હતી, અને ફક્ત ૪૫ દિવસમાં જ તેમણે ૩૦ મોક ટેસ્ટ સોલ્વ કર્યા હતા, અને આ સાથે પોતાની તમામ ભૂલોનું એનાલિસિસ કરી જાતે બધું સીખતો હતો, અને પોતાના સપના ને પૂરું કરવા મહેનત કરતો હતો.