વધુ એક વિર ની દુખદ વિદાય થઈ ! દોઢ વર્ષ નો પુત્ર “પાપા પાપા કરતો રહ્યો અને…
આપણા દેશના ફોજી સૈનિકો માટે આપણને ખુબજ માન હોઈ છે, કારણ કે તે સૈનિકો આપણા દેશના રક્ષક હોઈ છે, તે આપણા દેશ અને આપણી માટે પોતાનો જીવ જોખમમાં મુક્ત હોઈ છે, અને આપણી અને આપણા દેશની રક્ષા કરતા હોઈ છે, અને જયારે એ જવાન દેશ માટે શહીદ થાય ત્યારે આપણી માટે ખુબજ ગૌરવ ની વાત કહેવાય છે. તેવા જ એક મધ્યપ્રદેશ સિહોર નો બહાદુર પુત્ર શહીદ જીતેન્દ્રકુમાર વર્મા કે જે હાલ હમણાં CDS બીપીન રાવત સાથે હેલિકોપ્ટર ક્રેશ માં જીવ ગુમાવ્યો હતો. કેજે રવિવારે પંચતત્વ માં ભળી ગયા હતા, તેની અંતિમ વિધિમાં લોકોની ખુબજ ભીડ ઉમટી હતી.
આ શહીદ નું પાર્થિવ શરીર રવિવારે ૧૧ વાગ્યે દિલ્હીથી ભોપાલ એરપોર્ટ પહોંચ્યા હતા, ત્યારબાદ ત્યાંથી તેને સિહોર જીલ્લાના મૂળ ગામ ધમંડામાંથી લગભગ દોઢ વાગ્યે સેનાના વાહનમાંથી પેરા કમાન્ડો જીતેન્દ્રનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો. અને આ જવાન નો પાર્થિવ શરીર તેના ગામમાં આવતા આ હીરો ની ઝલક જોવા માટે સમગ્ર ગામ એકઠું થઇ ગયું હતું. અને આ જવાન ના અંતિમ સંસ્કાર માં લાકડાના બદલે ગાયના છાણ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને લગભગ ૪ વાગ્યા ની આસપાસ તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
આ બહાદુર પુત્રના જવાન ના સન્માન માં ભોપાળ થી સિહોર સુધી લોકોએ ફૂલો ની વર્ષા કરી હતી. આ હીરો એ દેશની સેવામાં પોતાનો જીવ આપનાર આ હીરા ના નિધનથી મધ્યપ્રદેશ આખું દુખી હતું, અને તેની અંતિમ વિદાય ની વ્યવસ્થા ખુબજ ખાસ કરવામાં આવી હતી, અને આખા સમશાનગૃહ માં તિરંગા ના ફુગ્ગા લગાવવા માં આવ્ય હતા. અને રસ્તા પર ઉભેલા તમામ લોકો ભીની આંખે આ હીરોને સલામ કરી રહ્યા હતા.
આ બહાદુર જવાન જીતેન્દ્રકુમાર વર્મા ની અંતિમ વિદાય માં સમશાન માં લોકોની ભીડ ખુબજ હતી, અને તેમની વિદાય વખતે ખુબજ હદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું હતું. આ શહીદ જવાન ના પાર્થિવ શરીર ને શબપેટીમાં રાખવામાં આવ્યું હતું. અને ખાસ લાગણીભર્યું દ્રશ્ય તો એ હતું કે આ જવાન નો પુત્ર તેના પિતા ના મૃતદેહ પાસે જઈ પાપા પાપા કહીને તેમને બોલાવતો હતો, અને રમતો હતો.
આ દુખદ અવસરે મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા, અને આ જવાન ના પિતા અને ભાઈને સાત્વના આપી હતી, અને તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે અમારાથી થતી આ પરિવાર ને તમામ મદદ કરીશું અને આ પરિવાર ને ૧ કરોડનું સન્માન ફંડ પણ આપવામાં આવશે, અને તેમની પત્ની સુનીતા ને સરકારી નોકરી પણ આપવામાં આવશે. અને તેના બાળક માટે શિક્ષણ ની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે. આવા વીર જવાન ને દિલથી શ્રધાંજલિ.