India

પ્રેમની એવી સત્ય ઘટના કે વાંચી ને તમારા આંસુ નહિ રોકી શકાય ! ખરેખર પ્રેમ હોઈ તો આવો …

મિત્રો આજે આપણે જે વિષે વાત કરવાના છીએ, તે વિષય ની વાત જ આખી અલગ છે, એ એક એવો વિષય છે જેના પર આખી દુનિયા નિર્ભર છે, એ છે પ્રેમ. પ્રેમ એ એક એવી વસ્તુ છે કે એ કોઈપણ ક્ષણે કોઈની પણ સાથે થઇ જાય છે, પ્રેમ એ લાગણી નો ભંડાર છે, પ્રેમ કોની સાથે કેવી રીતે થાય તે નક્કી નથી હોતું પણ તેને નિભાવવો ખુબજ અઘરો છે.

 

હાલના સમયમાં પતિ-પત્ની ને ઝઘડો થાય તો તે બધું જ ભૂલી ને અલગ થવાનું વિચારતા હોઈ છે, અને તેનો તમામ પ્રેમ ભૂલી જાય છે, પરંતુ આજે જે આપણે એક પ્રેમ કહાની ની વાત કરવાના છીએ, તે વાંચી આપણી આંખોમાં પણ આંસુ આવી જશે.

એક યુવક નામે ચિરાગ અને એક યુવતી નામે હિરલ કે જે બંને ની ૨૮ માર્ચ ના રોજ એક વર્ષ પહેલા સગાઇ થયેલી હતી, અને ત્યારબાદ ઉનાળામાં હિરલ અને ચિરાગના લગ્ન કરવાનું પણ તેમના પરિવાર દ્વારા નક્કી થયું હતું. અને આં બંને સગાઇ થી ખુબજ ખુશ હતા, પરંતુ તેમના નવા જીવન શરુ થયા પેલા જ કંઈક એવું બન્યું કે આ બંને એ કલ્પના પણ નહિ કરી હોઈ, ઘટનાની વાત કરીએ તો તા-૧૧ મેં ના રોજ હિરલ પોતાના ઘરે સાફસફાઈ કરતી હતી, અને તે સાફસફાઈ કરી ભીનું કપડાનું પોતું બારી પર સૂકવવા ગઈ હતી.

અચાનક ત્યાં હાઈટેન્શન વાયર ને તે ભૂલથી અડી ગઈ હતી, તેનાથી હિરલ નો આખો હાથ સળગી ગયો હતો, અને તેના પગમાં પણ ગંભીર ઈજાઓ થઇ હતી. અને હિરલ ને તાત્કાલિક ધોરણે જામનગર ની જીજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ લઇ જવામાં આવી, પરંતુ ત્યાના ડોકટરે તેમને વધુ સારવાર માટે અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ માં લઇ જવાનુ કહ્યું અને ત્યાંથી પછી તેને ત્યાં લઇ જવામાં આવી.

અમદાવાદ હિરલ ની સારવાર દરમિયાન ત્યાના ડોક્ટરોએ જણાવ્યું કે હિરલ નો જમણો હાથ અને બંને ગોઠણ ખુબજ દાઝી ગયા છે, તેથી તેને કાપવા પડશે, આ સાંભળી હિરલ ના માતા પિતા પડી ભાંગ્યા હતા, અને તેમને વિચાર આવ્યો કે હિરલ ના લગ્ન ને થોડો જ સમય બાકી છે, અને તેની સાથે આવી દર્દનાક ઘટના બની હવે શું થશે, એ વિચારી તેના માતા-પિતા રડવા લાગ્યા હતા. તેમને થયું કે આવી પરિસ્થતિ માં ગમે તેવો છોકરો સાથ મૂકી દે પણ પરંતુ બન્યું એવું કે

આપણે વાંચી ને ગળગળા થઇ જશું, હિરલ નો મંગેતર તેનો ભાવી ચિરાગ એ એ સમયે પોતાના સાચા પ્રેમની નિશાની બતાવી કહ્યું, હું હિરલ નો સાથ જીવનભર આપીશ, અને તેને ગમે તેવી પરિસ્થતિ માં હું સ્વીકાર કરીશ. વધુમાં ચિરાગે કહ્યું કે જો હિરલ સાથે મારા લગ્ન થઇ ગયા હોઈ તો શું હું આ ઘટના બને તો હું હિરલ ને થોડો છોડી દેત? હું આખું જીવન તેનો સાથે નિભાવીશ, અને હું તેને આવી પરિસ્થતિ માં  અપનાવવા તૈયાર છુ.

ત્યારબાદ હિરલ છેલ્લા ૭ મહિનાથી અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ માં દાખલ હતી, ડોકટરે છેલ્લા સાત મહિનામાં તેની પાંચ સર્જરી કરી હતી, અને તેને બચાવવા ના ઘણા બધા પ્રયાસો કર્યા હતા,  અને આ સમય દરમિયાન ચિરાગે હિરલ ની ખુબજ સેવા કરી હતી, અને તેના પ્રેમની સાચી વફાદારી બતાવી હતી.પરંતુ એટલી સારવાર દરમિયાન પણ હિરલ બચી ન શકી, અને છેલ્લે તેણે દમ તોડી દીધો. ચિરાગ કે જે હિરલ નો સાત મહિના થી ઈન્તેજાર કરતો હતો, તેના બંને ના પ્રેમ ને એક થવનો પણ કદાચ વિધાતા ને એ મંજુર નહિ હોઈ, આ સાથે ડોકટરો પણ લાચાર બની ગયા હતા, આખરે અંતમાં હિરલે અંતિમ શ્વાસ લીધા હતા.

ત્યારબાદ હિરલ ની અંતિમ વિધિ ની તૈયારી કરવામાં આવી, હતી જેમાં હિરલ ના પાર્થિવ શરીર ને  નવી પરિણીતા ની જેમ સોળ શણગાર કરીને તૈયાર કરવામાં આવી હતી, અને તેની વિદાઈ કરવામાં આવી હતી, આ સમય ચિરાગ માટે ખુબજ વસમો સાબિત થયો હતો, અને જયારે આખરે  હિરલ ની અંતિમ વિદાઈ કરી ત્યારે ચિરાગ તેના પાર્થિવ શરીર ને પકડી ખુબજ ધુર્સકે ધ્રુસકે રડ્યો હતો. અને ત્યાં એ સમયે હાજર તમામ લોકો ખુબજ રડવા લાગ્યા હતા.

આ દુઃખદ સમય હીરલના પરિવાર માટે ખુબજ કઠીન ભર્યો બની ગયો હતો, અને ચિરાગ કે જેણે અંતિમ સમય સુધી હિરલ નો સાથ આપ્યો હતો.અને પોતાના સાચા પ્રેમ ને છોડ્યો ન હતો પરંતુ વિધાતાના લેખ સામે કોણ મેખ મારી શકે છે. ચિરાગ તો હિરલની જીવન ભર સાથે રાખવા તૈયાર થઈ ગયો પરંતુ  ઈશ્વરે હિરલને પોતાની પાસે બોલાવીને આ અમર પ્રેમ કહાનીનો અંત કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!