જેઠાલાલ પધાર્યા સોમનાથ મંદિરે ! જાણો ક્યાં કારણે કોના સાથે તેઓ સોમનાથ આવ્યા….
આપણું સૌરાષ્ટ્ર તીર્થ ભૂમિ છે, જ્યાં અનેક દેવી અને દેવતાઓના સ્થાન આવેલા છે,જેમાં 12 આદિ જ્યોતિલિંગમાં સૌથી પ્રથમ એવું સોમનાથ મહાદેવ આપણા સૌરાષ્ટ્રમાં આવેલ છે. અખૂટ દરિયા કિનારે આવેલું આ દિવ્ય સાનિધ્ય લાખો ભાવિ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દરરોજ અહીંયા અનેક શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, ત્યારે આ સાનિધ્યની મુલાકાત રાજનેતાઓ અને કલાકારો આવતા હોય છે. ત્યારે હાલમાં જ આ સાનિધ્ય ની મુલાકાત ભારતના સૌથી લોકપ્રિય કલાકાર જેઠાલાલ લીધી છે.
હાલમાં જ સોશિયલ મીડિયામાં આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ જેઠાલાલની દીકરી નાં લગ્ન પૂર્ણ થયા છે. ત્યારે એ લગ્નની તસ્વીરો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ત્યારે ફરી એખ વખત જેઠાલાલ ની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે,ત્યારે અમે આપને આ ઘટના વિશે આપણે સંપૂર્ણ માહિતી આપીએ કે જેઠાલાલ શા માટે સોમનાથ મહાદેવનાં સાનિધ્ય મુલાકાત લેવા કોની કોની સાથે આવેલ છે.
આજ રોજ મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ જેઠાલાલ દિલીપભાઇ જોષી એ સોમનાથ મહાદેવના પરિવાર સાથે દર્શન કર્યા હતા, અને આ પ્રસંગે જનરલ મેનેજર સાહેબે તેમનુ સ્વાગત સન્માન કર્યુ હતુ સાથે જ સોમનાથ તિર્થના વિકાસ પ્રાયોજના થી માહિતગાર થયા હતા. આ તમામ તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. એ વાત તો નક્કી છે કે, જેઠાલાલ ખૂબ જ ધાર્મિક સ્વભાવના છે. તેમજ મહત્વનું એ કે તેઓ ચુસ્ત હરિ ભગત છે.
આપણે જાણીએ છે કે, જેઠાલાલ સ્વામીભગવાન પ્રત્યે ખૂબ જ નિષ્ઠાવાન ભકત છે અને તેમના પર પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ છે. એકવાર તેમને ઉત્સવ દરમિયાન કહેલું કે, આ સિરિયલ મને આશીર્વાદરૂપે મળેલ છે. બાપા નાં આશીર્વાદ થી જે મળ્યું છે તેનાથી મારો ભવ શુધરી ગયો છે.ખરી વાત એ છે કે, તેઓ ક્યારેય કોઈ રવીસભા નથી છોડતા અને કપાળ પર તિલક ચાંદલો પણ અવશ્ય હોય છે.આજે જ્યારે તેઓ સોમનાથ આવેલા ત્યારે પણ તેમના કપાળ પર તિલક ચાંદલો જોઈ શકો છો.