બોલીવૂડ મા સફળતા મેળવનાર ગુજરાતના અમિત મિસ્ત્રી નુ આવી રીતે અચાનક મૃત્યુ થયુ હતુ ! જાણો તેમના જીવન વિશે…
એકાદ વર્ષ થી ગુજરાતી સીનેમાએ અનેક કલાકારો ગુમાવ્યા છે. ત્યારે આજે આપણે વાત કરીશું ગુજરાતી સિનેમાની એવા કલાકાર વિશે જેમણે ગુજરાતી સિનેમાતો પોતાનું યોગદાન આપ્યું પરંતુ આ સાથો સાથ તેમણે અનેક હિન્દી તેમજ વેબ સિરીઝમા અને ફિલ્મોમાં કામ કર્યું. આ ઉમદા કલાકાર એટલે અમિત મિસ્ત્રી! પોતાની અભિનયની કળા થકી એમને અભિનય ક્ષેત્રે ઝપલાવ્યું અને અથાગ પરિશ્રમ અને મહેનત થકી જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે.
મિસ્ત્રીનો જન્મ 1974માં થયો હતો અને તેમણે થિયેટર, ટીવી શો અને ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેઓ ગુજરાતી રંગભૂમિ માટે જાણીતા હતા.અમિત મિસ્ત્રીએ બે યાર, ગલી ગલીમેં ચોર હૈ, યમલા પગલા દિવાના, શોર ઇન ધ સિટી, 99, એક ચાલીસ કી લાસ્ટ લોકલ, ક્યા કહેના, ભૂત પોલીસ, ચોર બની થનગાટ કરે જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. મેડમ સર, શશશ કોઇ હૈ, સાત ફેરો કી હેરા ફેરી, શુભ મંગલ સાવધાન, ભગવાન ભાયે ઇનકો, દફા 420, તેનાલી રામા જેવી સિરીયલમાં પણ કામ કર્યુ હતુ.
ખાસ કરીને તેના જીવનમાં તેમની અંતિમ વેબ સિરીઝ દ્વારા તે ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. અમિત મિસ્ત્રીએ બંદિશ બેન્ડિટ્સમાં કામ કર્યુ હતુ અને તે તેમનુ ડિજીટલ હિન્દી ડેબ્યુ પણ હતુ. રાધેનાના કાકાના રોલમાં તે જામ્યા હતા અને બે યારમાં પણ તેમણે શાનદાર અભિનય કર્યો હતો. બંદિશ બેન્ડિટ્સના દેવેન્દ્ર રાઠોડ તરીકે પ્રખ્યાત થયેલા અમિત મિસ્ત્રીએ આજે સૌને અલવિદા કહી દીધુ છે. તેમાં તેમનુ કેરેક્ટર તમારા હ્રદયને સ્પર્શી જાય તેવું હતુ. ખુબ જ નાની ઉંમરમાં તેમણે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધુ છે પરંતુ અમિતની ખોટ મનોરંજન ઉદ્યોગને હંમેશા સાલશે.
સૌથી મહત્વની વાત એ હતી કે ખૂબ જ નાની વયે એટલે કે
23 એપ્રિલ 2021નાં રોજ મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું અને જ્યારે આ વાત સામેં આવી ત્યારે ગુજરાતી સિનેમા શોકમગ્ન બની ગઈ હતી.ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનયનો ઓજસ પાથરીને લોકોને હસાવતા અમિત મિસ્ત્રીએ આપણી વચ્ચેથી અણધારી વિદાય થકી તેમની ખોટ ફિલ્મમાં સદાય વર્તાશે.