જન્મદિવસ બન્યો કાળ! કેક કાપીને સેલ્ફી લેતા યુવાન કેનાલમાં પડી જતા, બચવાર ત્રણ મીત્રો પણ ડૂબ્યા, હજું પણ શોધખોળ ચાલુ…
આપણે ઘણી વખત સમાચારો અને ન્યૂઝ ચેનલ દ્વારા અનેક મુત્યુ ની ઘટના વિશે સાંભળતા હોય છે, જેમાં અનેકવાર યુવાનો સેલ્ફી લેવાના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં જ એક આવી ઘટના બની જેમાં, એક યુવાન સેલ્ફી લેતા નદીમાં પડી જતા જેને બચાવવા પડેલા અન્ય ત્રણ મિત્રોનું પણ મુત્યુ થયું છે, આ ઘટના કંઈ રીતે બની તેના વિશે સંપૂર્ણ માહિતી આપીએ. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે, કારણ કે એક જ દિવસે ચારેય મિત્રો ડૂબી જતાં પરિવાર દુઃખમાં લાગણી છવાઈ ગઈ. દિવ્યભાસ્કર અહેવાલ મુજબ જાણવા મળ્યું હતું કે,
ગાંધીનગરની રાયપુર નર્મદા કેનાલમાં અમદાવાદના ચાર યુવાનો ડૂબી જતા તરવૈયાની ટીમ દ્વારા યુવાનોની શોધખોળ હાથ ચાલુ છે, વાત જાણે એમ છે કે, અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો 21 વર્ષીય યુવાન સવારથી ગુમ હોવાથી તેના પિતા પણ કેનાલ પર હાલમાં દોડી આવ્યા હતાઆજે સવારના સમયે રાયપુર નર્મદા કેનાલ પાસે બાઇક અને એક્ટિવા પર ચારેય મિત્રો કેનાલ પાસે આવ્યા હતા કારણ કે એક યુવાનનો બર્થડે હતો. કેનાલ પાસે યુવાનો સેલ્ફી લઈ રહ્યા હતા. તે
દરમિયાન એક યુવાનનો પગ લપસી જતાં તે કેનાલમાં પડી ગયો હતો. જેને બચાવવા માટે એક પછી એક ત્રણ યુવાનો પણ કેનાલમાં ઉતર્યા હતા. અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ની સાથે સૌ કોઈ એકઠા થઇ ગયા હતા. જન્મ દિવસ જ આ ચાર મિત્રો માટે કાળ બની ગયો. ચારેય મિત્રોએ સ્મિત પટેલે બર્થડે ઉજવવા માટે કેનાલનું સ્થળ નક્કી કર્યું હતું. અગાઉ ડભોડા મંદિરે દર્શને આવેલા હોવાથી તે સમયે કેનાલ જોઈ હતી. જેથી નક્કી થયા મુજબ પાંચ મિત્રો કેનાલ પર ભેગા થયા હતા. અને કેક પણ લઈ આવ્યા હતા. બાદમા કેનાલની લોખંડની ગ્રીલ પાસે કેક કાપી રહ્યા હતા. અને ફોટોગ્રાફી કરતા હતા અને આ કાળભરી ઘટના ઘટતા એક સાથે મિત્રો એ ડૂબી ગયેલા.
પાણીમાં પહેલા ડૂબનાર 21 વર્ષીય સાહિલ નોકરી પર જવાનું કહીને ઘરેથી નિકળ્યો હતો. પરંતુ તે નોકરી પર ગયો નથી એ જાણ થતા પિતાને ખબર પડી કે ચાર યુવાનો ડૂબ્યાની જાણ થતાં કેનાલ આવ્યા હતા.આ અંગે ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે ચાર યુવકો કોણ કોણ હતા તેની હજી ઓળખ થઈ નથી. હાલમાં શોધખોળ ચાલુ જ છે. કેનાલનું પાણી નીચેથી વહેણ વાળું હોવાથી યુવાનો આગળ તણાઈ ગયા હોવાની શંકા છે.