બગોદરા-વટામણ હાઇવે પર વિદ્યાર્થીઓ ભરેલી તૂફાન ગાડી ટ્રક પાછળ ઘૂસી ગઈ, 3 લોકોનાં મોત કરુણ મોત નીપજ્યાં
આપણે સૌ કોઈ જાણીએ છે કે, રોડ અકસ્તમા ની ઘટના બને છે, ત્યારે હાલમાં જ એક દુર્ઘટના બનતાં શાળા એ જતી તુફાન ગાડીમાં સવાર શિક્ષકો વિધાર્થી નો જીવ લીધો. આ ઘટના વિશે અમે આપને સંપૂર્ણ માહિતી આપીએ.આ દુઃખદ ઘટના બગોદરા-વટામણ હાઇવે પર બની, જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા તેમજ 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના એક ટ્રક પાછળ એક તુફાન ગાડી ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.
દિવ્યભાસ્કરનાં અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે, તુફાન કારમાં સવાર લોકો રાજકોટની અલગ-અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો રાજકોટથી વાપી કિકેટ રમવા માટે સ્પર્ધામાં ગયા હતા. ત્યારે જ આવો કાળ તેમને ભરખી ગયો. આ ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમજ બગોદરા-બાવળા-ફેદરા સહિતની 108ની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હાલમાં બગોદરા આરોગ્ય કેન્દ્ર પર ખસેડાયા છે.
આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મિડિયાના કોર્ડિનેટર ભાર્ગવ પઢીયારના દિકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામતાં રાજકોટ શહેર કોંગ્રેસ પુર્વ પ્રમુખ મહેશભાઈ રાજપુત, હેમાંગભાઈ વસાવડા અને પ્રવિણભાઈ સોરાણી બગોદરા આવવા રવાના થઈ ગયાં હતાં.ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે અને ઈશ્વરનો પાર કે આ બનાવમાં વધુ લોકો નું મોત ન નીપજ્યું.હાલમાં આ ઘટનાની જાણ થતાં જ પરિવાર જનોમાં પણ દુઃખની લાગણીઓ છવાઈ ગયેલી.
હાલમાં તો આ તમામ ઘટના વિશે તપાસ ચાલુ છે, તેમજ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે, ત્યારે આપણે ઈશ્વર ને પ્રાર્થના કરીએ કે સારવાર લઈ રહેલા વિધાર્થીઓ જલ્દી સ્વસ્થ થઈ જાય તેમજ મૃતકો ની આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના. સૂત્ર મુજબ જાણવા મળ્યું હતું કે, આ પહેલા પણ આવી ઘટના બનેલ જેમાં આવી જ રીતે એકસિન્ડટ થયેલું હોય.જેમાં 56 લોકોને ટૂરમાં લઈને જતી પ્રાઈવેટ બસ ધંધૂકા તાલુકાના ખડોળ ગામના પાટિયા પાસે પલટી મારી જતાં બસમાં સવાર 56 લોકોમાંથી 35 લોકોને ઇજા પહોંચી હતી, જેમાં 3 બાળક સહિત 11 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.