Gujarat

સુરતના યુવાન વિરલ દેસાઈને દુબઈ મા મળ્યુ અનોખુ સન્માન ! જાણો વિગતે

આજના સમયમાં ગુજરાતીઓનો દબદબો ચોરેતરફ છે. કહેવાય છે ને કે ગુજરાતીઓ જે કરે છે, તે સૌથી અલગ  જ હોય છે, તેમજ પોતાની આગાવી શૈલીના લીધે વિદેશોમાં પણ નામમાં મેળવી છે. ત્યારે આજે આપણે એક એવા વ્યક્તિ ની વાત કરીશું જેને દુબઈમાં અનોખો પૂરસ્કાર મેળવ્યો છે. આ કામ બદલ તેમનાં ખૂબ જ વખાણ થઈ રહ્યા છે, ત્યારે અમે આપને જણાવશું કે આ વ્યક્તિ કોણ છે અને દુબઈમાં ક્યાં કામ માટે અને શુ પુરસ્કાર મળ્યો છે તે વિગતવાર જણાવીએ

હાલમાં જ જાણવા મળ્યું છે કે,  પર્યાવરણ પ્રત્યેના પ્રેમ માટે ગ્રીનમેન તરીકે જાણીતા સુરતના જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને દુબઈમાં પ્રતિષ્ઠિત ગ્લોબલ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઈમેટ એક્શન સિટીઝન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ કાર્ય ખૂબ જ સરહાનીય છે અને તેઓ ખરા અર્થે આ પુરસ્કારના હકદાર છે. વિરલ દેસાઈ અને અન્ય વિજેતાઓને 23 ડિસેમ્બરે દુબઈના એટલાન્ટિસ, ધ પામ ખાતે સંસ્કૃતિ યુવા સંસ્થાન દ્વારા ભારત ગૌરવ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, UAE ના ફોરેન ટ્રેડ એન્ડ ઈકોનોમિક ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર જનરલ શેખ અવદ મોહમ્મદ મુગ્રીને તેમની હાજરી સાથે સમારોહમાં હાજરી આપી હતી તેમજ આ સિવાય  યુકે, યુએસ, ન્યુઝીલેન્ડ, ફ્રાન્સ અને મલેશિયા સહિત 11 દેશોની 28 અગ્રણી હસ્તીઓને આ પ્રસંગે પ્રતિષ્ઠિત પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા, પરંતુ ભારતમાંથી વિરલ દેસાઈ એકમાત્ર એવા હતા જેમણે ક્લાઈમેટ એક્શન માટે સન્માન મેળવ્યું હતું. વિરલ દેસાઇ ખાસ કરીને પ્રકૃતિ પ્રત્યે લગાવ છે અને તે સેવા ભાવ રાખે છે.

કુદરત સાથે અ માત્ર પ્રકૃતિમાં વિશ્વાસ રાખવાની અને પ્રકૃતિને બચાવવા માટે પૂરા દિલથી પ્રયત્નો કરે છે અને આ જ કારણે તેમને પર્યાવરણના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે અને તેમો ઉમદા  હેતુ માટે સૌને પ્રેરણા આપશે. વિરલ દેસાઈએ પરંપરાગત ગાંધી ટોપી અને ભારતીય પોશાક પહેરીને ગૌરવપૂર્વક એવોર્ડ સ્વીકાર્યો હતો. એવોર્ડ વિજેતાઓ અને અન્ય મુલાકાતીઓએ વિરલ દેસાઈ સાથે લાંબી વાતચીત કરી અને સુરતના ઉધના રેલ્વે સ્ટેશનના રૂપાંતર વિશે વધુ જાણવાની માંગ કરી, જેને તેમણે દત્તક લીધું અને દેશના નંબર વન ગ્રીન રેલ્વે સ્ટેશનમાં પરિવર્તિત કર્યું.સૂરત શહેર અને ગુજરાત માટે ગૌરવ પૂર્ણ વાત કહેવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!