ભાવનગર ના પ્રગતિશીલ ખેડુતે અનોખી રીતે ઓછા ખર્ચે સ્ટ્રોબેરીની ખેતી કરી…
આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, આ વાત સૌ કોઈ જાણીએ છે તેમજ જગતના તાત હવે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. આજના સમયમાં ખેડૂતો હવે આધુનિક ટેકનોલોજી અને ખેતી નું તમામ જ્ઞાન મેળવીને ખેતી થકી ખૂબ જ આગળ આવી રહ્યા છે. હાલમાં જ ભાવનગર જિલ્લામાં સૌપ્રથમવાર સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવી અને એક નવી રાહ ચિધી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,ભાવનગર પાસેના વાવડી રાજગોર ગામે રહેતા પ્રગતિશીલ કખેડૂત રમેશભાઈ ભાયાભાઈ મકવાણાએ ડ્રેગન બાદ હવે સ્ટ્રોબેરીના ૫૦૦ રોપાઓ તેમની વાડીમાં રોપ્યા છે.
સામન્ય ખેતી ને બદલે નવતર પ્રયોગ કરીને અઢળક કમાણી કરી રહ્યા છે. સ્ટ્રોબેરીની ખેતી કરનાર રમેશભાઈ ભાયાભાઈ મકવાણાએ વાડી વાવડી (રાજગોર) ગામે થોડા સમય પહેલા ડ્રેગન ફ્રુટ ફાર્મ તૈયાર કર્યુ હતુ. ત્યારબાદ હાલમાં અત્યારે મે મારી વાડીમાં ૫૦૦ સ્ટ્રોબેરીનાં રોપા મલચીંગ પેપર નાખીને તૈયાર કર્યા છે. તેને અત્યારે લગભગ એક મહીનો થઈ ગયોછે. અને અત્યારે સ્ટ્રોબેરી આવવાનું ચાલું થઈ ગયું છે.
સ્ટ્રોબેરીનાં ૫૦૦ રોપામાં 10,000નો ખર્ચ થાય છે અને તેનાં જે મલીગ પેપરનો ખર્ચ ૧૨૦૦ રૂપિયા થાય છે આમ કુલ રોકાણ રૂ.૧૧૨૦૦ થયુ છે. તેને નવેમ્બર મહીનાં રોપા રોપવામાં આવે છે અને પર દિવસમાં સ્ટ્રોબેરી આવવાનું ચાલું થઈ જાય છે. આ પાક ચાર મહીનાં સુધી આવે છે અને તેને રેતાળ, અને ડુંગરવાળા વિસ્તારમાં વધારે અનુકુળ આવે છે. વધારે આવકને સ્ત્રોત મળે છે. ઓછા ખર્ચ અને ઓછા સમયમાં વધારે વળતર મળે છે. સ્ટ્રોબેરીનો હંમેશા ઠંડા વાતાવરણમાં વધારે પાક આવે છે.
જેથી શિયાળાનીસીઝન વધારે અનુકુળ રહેશે. અને ડુંગરાળ વિસ્તારમાં જ્યાં તડકી ઓછો આવતો હોય ત્યાં વધારે પાક આવશે. સ્ટ્રોબેરીનું વાવેતર કરીને નવા નવા પ્રયોગ કરવાનું તેણે સાહસ કર્યુ છે. આ રોપા પુનાથી મંગાવ્યા હતા એ ફુટનો પાળો કરી ૨૨ના ગાળે રોપા રોપ્યા હતા અને તેને ત્રણ દિવસે પાણ ડીપ પધ્ધતિથી પાણી પાવામાં આવે અને તેને છાંટવામાં આવતી દવા પાઈ પાતી વખતે તેમાં ભેળવી દેવામાં આ છે. રોપાની સાઈઝ બે ફુટની વેલાની જે થાય અને સ્ટોળી આવે ત્યારે ખરાબ પાય તે માટે મલચીંગ પેપર લગાડવા આવે છે. ખરેખર આ વાત ખૂબ જ સરહાનીય છે અને દરેક ખેડૂતો માટે પ્રેરણાદાયી સાબિત થયા છે.
રમેશભાઈ નો મોબાઈલ નંબર- 9725511558