મુખ્યમંત્રી વિજય રૂપાણી નો એડીટેડ ફની વિડીઓ વાયરલ કરનાર ને સુરત ક્રાઇમ બ્રાન્ચ એ ઝડપી પાડ્યો
હાલ સોસીયલ મીડીયા પર અવ નવી એપ્લીકેશન આવી ગય છે જેના કારણે કોઈ પણ ફોટા અને વિડીયો ને એડીટીંગ કરી ને ફની વિડીઓ અને ફોટા બનાવવામાં આવતા હોય છે. ખાસ કરી ને આજનો યુવા વર્ગ આ બાબતો મા આગળ છે પરંતુ ઘણી વાર મજા ની સજા બનતી હોય છે.
તાજેતર મા આવો જ એક વિડીયો સોસિયલ મીડીયા ગુજરાત ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી નો ફેક મોર્ફ કરેલો વિડીઓ વાયરલ થયો હતો. જે ગુજરાત ના મુખ્યમંત્રી ગરીમા ને હાની પહોંચે તેવો હતો. જે અનેક સોસીયલ મીડીયા પ્લેટફોર્મ વોટસેપ Instagram ફેસ બુક જોવા મળ્યો હતો.
આ વિડીઓ એડીટ કરીને શેર કરનાર મુખ્ય વકતીને સુરત ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે ઝડપી પાડ્યો હતો જે 28 વર્ષીય નામ કીશન રૂપાણી નામ સામે આવ્યુ હતુ જે સુરત નો રહેવાસી છે અને Instagram પર ગુજ્જુ સ્માઈલી નામ નુ 6 લાખ ફોલોવર હોવાનુ જાણવા મળ્યુ છે.