બાળકીનુ મૃત્યુ થતા દફનવિધિએ જતી વખતે પિતાને જાણ થઈ કે આ બાળકી નહીં, પણ બાળક છે અને પછી…
કચ્છના વડા મથક ભુજ ખાતે આવેલી સરકારી હોસ્પીટલ મા એક ગંભિર બેદરકારી નો કીસ્સો સામે આવ્યો છે જેમા એક પરીવાર ને પોતાના ની જોવીત બાળકીને બદલે મૃત બાળક સોંપી દેવાની ઘટના સામે આવી છે જે બાબત ની જાણ બાળકી ના પરોવાર ને થતા પરીવાર રોષે ભરાયો હતો અને પરિવારજનો દ્વારા કલેક્ટર કચેરીએ અને ડીડીઓ કચેરીએ રૂબરૂ પહોંચી રજૂઆત કરવામાં આવી હતી.
Divyabhaskar ના અહેવાલ મુજબ ભુજ ની અદાણી સંચાલિત જીકે જનરલ સરકારી હોસ્પિટલ આ બનાવ બન્યો હતો જેમા નખત્રાણા તાલુકાના નેત્રા ગામના કરીમ બારાચ ત્રણ દિવસ પૂર્વે તેમનાં પત્નીને પ્રસુતિ માટે હોસ્પીટલે લઈ ને આવ્યા હતા અને ઑપરેશન બાદ એક બાળકીનો જન્મ થયો હતો જયારે બાદ બાળકી ની સ્થિતી નાજુક હોવાથી શિશુ વિભાગ મા પેટી મા રાખવામાં આવી હતી.
જયારે ચોથા દિવસે કરીમભાઈ ને જણાવવા મા આવ્યુ હતુ કે તમારી બાળકી નુ મોત થયુ છે. બાદ મા પિતાએ શિશુ બાળના મૃતદેહનો સ્વીકાર કરી પરિવારજનોને સોંપ્યો હતો અને બાળકીના પરીવારજનો દ્વારા જયારે બાળકી ને દફન વિધી માટે લઈ જવામાં આવી રહી હતી ત્યારે બાળકી ને સરખુ કરતા માલુમ પડયું હતુ કે બાળકી નહી પણ બાળક છે.
બાદમા કરીમભાઇના પિતરાઈ ભાઈ અબ્દુલભાઈએ આ વિશે જાણકારી આપી હોસ્પીટલે તપાસ કરવાનું કહેતાં ખ્યાલ આવ્યો હતો કે તેમની બાળકી સલામત અને જીવિત છે. ત્યારે બાળકી ના પરીવારે રાહત નો સ્વાસ લીધો હતો અને મૃત બાળક હોસ્પીટલને સુપરત કર્યુ હતુ સાથે નારાજગી વ્યકત પણ કરી હતી અને કપરિવારજનો કલેક્ટર કચેરીએ અને ત્યાંથી જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને ગંભીર બેદરકારી મામલે રજુવાત કરવામા આવી હતી.