મહેશભાઈ સવાણી ભાજપ મા જોડાશે કે નહી તે અંગે આપ્યુ ચોકાવનારુ નીવેદન ! જાણો શુ કહ્યુ મહેશભાઈ એ..
વિધાનસભા ની ચુંટણી પહેલા રાજકારણ ખુબ ગરમાઈ રહ્યુ છે ત્યારે ગુજરાત મા ત્રીજો વિકલ્પ તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટી ધીમે ધીમે મજબૂત બની રહી હતી ત્યારે બે મોટા ઝટકા લાગ્યા હતા જેમા એક વિજય સુવાળા અને સુરત ના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી બન્ને એ એક જ દિવસ મા પાર્ટી છોડી હતી જેમા વિજય સુવાળા એ ભાજપ ના પ્રદેશ પ્રમુખ ની હાજરી મા કેસરીયો ખેસ ધારણ કરી ભાજપ મા જોડાયા હતા.
વિજય સુવાળા ભાજપ મા જોડાયા બાદ મહેશ સવાણી પણ ભાજપ મા જોડાશે ? કે કેમ તેની વિવિધ અટકળો લાગી હતી આ ઉપરાંત મહેશભાઈ સવાણીના રાજીનામા બાદ આમ આદમી ના કાર્યકરો મહેશભાઈ સવાણી ના ઓફીસે પહોચી મહેશભાઈ ને મનાવવા નો પ્રયાસ પણ કરવામા આવ્યો હતો કે તેવો પાર્ટી છોડી ના ના જાઈ પરંતુ મહેશભાઇ સવાણી પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા.
ત્યારે આગળના દિવસો મા મહેશ સવાણી ભાજપ મા જોડાશે કે નહી એ અંગે એક મહત્વ નુ નીવેદન સામે આવ્યુ છે. Etv bharat ના એક ઈન્ટરવ્યુ દરમ્યાન મહેશ સવાણી ને અનેક સવાલો પુછવામાં આવ્યા અને તેવો એ જવાબો આપી જણાવ્યું હતુ કે તેવો ને કોઈ સાથે મતભેદ નથી અને કોઈ ના દબાણ થી પણ પાર્ટી છોડી નથી તેવો એ માત્ર પોતાની તબિયત અને સેવા ના કામ માટે થઈ ને પાર્ટી છોડી છે.
આ ઉપરાંત જ્યારે તેવો ને પુછવામાં આવ્યુ કે રાજકારણ મા પરત આવશો ? ત્યારે મહેશભાઈ સવાણી એ જવાબ આપ્યો હતો કે સેવા નુ કામ હશે તો રાજકારણ નહી પણ ભગવાન પાસે પણ જવુ પડે જઈશ અને ભાજપમા જવા અંગે ના સવાલ પર મહેશભાઈ આ જણાવ્યું કે “જો સેવા માટે કોઈ પણ બોલાવે તો જઈશ અને ફક્ત સેવા માટે જઈશ “