Gujarat

અમદાવાદ મા 5 વર્ષ ના માસુમ બાળક ની હત્યા કરી દેવામા આવી ! કારણ જાણશો તો હચમચી જશો…

ખરેખર ગુજરાતમાં હાલમાં અનેક હત્યાના બનાવ બની રહ્યા છે, ત્યારે હાલમાં એક પાંચ વર્ષનાં માસુમ બાળકની હત્યા કરવામાં આવી છે. હવે આ ઘટના સાંભડી ને સૌ કોઈનું હ્દય દ્રવી જાય. ત્યારે ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ વાત જણાવીએ કે, આખરે કયા કારણોસર આ માસુમ બાળકનો જીવ લેવામાં આવ્યો. આ બાળકનું મુત્યુ થતા ચાર બહેનો એ પોતાનો વ્હાલસોયો ભાઈ ગુમાવ્યો અને ખરેખર આ ઘટના એટલી કરુણ દાયક છે, કે તમે વિચારમાં પડી જશો કે આખરે કોઈ આવા કારણોસર બાળક નો જીવ કેમ લઈ શકે છે.

હાલમાં જ દિવ્યભાસ્કર અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે,
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી પાંચ વર્ષનો રિયાન ગાયબ થઈ ગયો હતો. આ બાળકને શોધવા માટે પોલીસ દિવસ રાત તપાસ કરી રહી હતી. જ્યારે રિયાનની લાશ કેનાલમાંથી મળી આવતાં પરિવાર શોકમગ્ન છવાઈ ગયું હતું.આટલી નાની ઉંમરના બાળકની હત્યા કરનાર આરોપી કેટલો નિર્દય હશે કે આવા માસૂમ બાળક ને મોતને ઘાટ ઉતાર્યો.

પોલીસને તપાસ મુજબ જાણવા મળ્યું છે કે, રિયાનની બહેન અને બનેવી વચ્ચે ઝગડો થયો હતો. આ જ કારણે બનેવીએ સાત વર્ષના રિયાનનું પહેલાં અપહરણ કર્યું બાદમાં તેની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હતી.બાળકને શોધવા માટે ઈનામની જાહેરાત કરવામાં આવી પોલીસને જાણ કરવામાં આવી પણ કોઈ કડી મળી નહીં.

પોલીસ અને પરિવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યાં કોઈ કડી મળે ત્યાં રિયાનને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા હતા.એક દિવસ ચાંગોદર પાસે કેનાલમાં એક બાળકની લાશ હોવાની જાણ પોલીસને થઈ હતી અને હત્યા નો કેસ ઉકેલ મળતા જાણવા મળ્યું કે, રિયાનનાં જીજાજી એ શેતાની પ્લાન ઘડ્યો હતો. પરિવારે પોસ્ટરો લગાવ્યા ત્યારે આરોપી બનેવીને લાગ્યું કે હવે પકડાઈ જવાશે જેથી તેણે રીયાનને કાયમ માટે મોતના મુખમાં ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!