દમણ મા પરીવારની નજર ની સામે જ એક સાથે પાંચ દિકરીઓ ડુબી ! એક ને બચાવી લેવાઈ ને ચાર ના કરુણ મોત
હાલમાં જ દમણમાં એક ખૂબ જ દુઃખ ઘટના બની છે, ત્યારે ખરેખર આ ઘટના જાણીને તમારી આંખમાં પણ આંસુઓ આવી જશે. ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ વાત જણાવીએ. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણના જામપોર બીચ પર દુઃખદ વાત સર્જાઈ ગઈ હતી.
પરિવાર સફર માણવા માટે નીકળ્યો હતો પરંતુ લખનૌથી ફરવા પરિવારની પાંચ યુવતીઓ દરિયામાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જતા ચારનું મુત્યુ થઈ ગયુ હતું.ભગવાનની દયા થી એક દીકરીનો આબાદ બચાવ થઈ ગયો હયો. આ સિવાય બચાવવા ન પડતા યુવતીઓ દરિયાના ઊંડા પાણીમાં ગરક થઈ હતી. ચાર યુવતીઓના મોતના કારણે કિનારા પર ઉભેલા પરિવારજનોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.
ઉત્તર પ્રદેશનો પરિવર દમણમાં રહેતા સગા સંબંધીઓ સાથે ગુરૂવારનાં રોજ દમણના મોટી દમણ જામપોર દરિયા કિનારે ફરવા અર્થે આવ્યો હતો. જ્યાં પરિવારની 5 જેટલી છોકરીઓ દરિયામાં ન્હાવાની મઝા માણવા અર્થે દરિયામાં ગઈ હતી. જ્યાં અચનાક મજાક મસ્તી કરતાં કરતાં યુવતીઓ ઊંડા પાણી તરફ જતાં તરતા ન આવડતા ડૂબવા લાગી હતી. પરિવારનાં એક મોભીએ પોતાના જીવને જોખમમાં મુકી છોકરીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.
આખરે પરિવારનાં સદસ્યોએ એ જ ચારેય છોકરીઓની લાશને બહાર કાઢી હતી. આ તરફ એક સાથે પરિવારની ચાર છોકરીઓનાં મોત નિપજતાં દરિયા કિનારે પરિવારમાં આક્રંદ છવાઈ જવા પામ્યો હતો. જો લાઈફ ગાર્ડને મુકવામાં આવ્યા હોતે તો બાળકીનો જીવ બચી શક્યો હોત તેમ પરિવારના સભ્યોએ આક્રોશ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.