કમકમાટી ભર્યો અકસ્માત! ગોધરામાં બાઈક અને લક્ઝરી બસના અકસ્માત, માતા-પિતા અને પુત્રીનું કરુણ મોત
રોડ અકસ્માતની અનેક ઘટના બનતી હોય છે, ત્યારે હાલમાં જ આવી જ એક ઘટનામાં પરિવારનાં ત્રણેય સભ્યોનું દુઃખદ નિધન થયું. આ ઘટનાની જાણ થતાં જ તેમના પરિવારજનોમાં દુઃખની લાગણીઓ છવાઈ ગઈ છે. ખરેખર આ ઘટના ખૂબ જ હ્દયસ્પર્શી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ગોધરા-દાહોદ હાઇવેનજીક આવેલા સાંકલીઆંટા ગામ પાસે બાઈક અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત આ ભયંકર ઘટના બની હતી, જેમાં માતા પિતા અને પુત્રીનો જીવ ગયો.
મળતી માહિતી મુજબ એક જ પરિવારના પાંચ સભ્યો માતા પિતા અને ત્રણ સંતાનો સાંકલીઆંટા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા જયાંથી બાઈક લઈ પરત ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન આવી દુઃખ ઘટનાં બનતા પરિવાર જનોમાં દુઃખ લાગણી છવાઈ ગઈ હતી. ઈશ્વર ની કૃપા થી આ ઘટનમાં બે ભાઈને ઈજાઓ પહોંચવા સાથે આબાદ બચાવ થયો છે અને હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મૃતકના સાંમતસિંહ તેમના પરિવારના એક જ સભ્ય અને તેમની માતાનો સહારો હતા જેઓ અકાળે મોતને ભેટતાં સ્વજનોના ભારે શોક છવાયો છે.મોડી સાંજે પરત ઘરે જઈ રહ્યા હતા દરમિયાન તેઓ ગોધરા દાહોદ હાઇવેના સાંકલીઆંટા ગામ પાસે આવેલા હાઇવે ક્રોસિંગ પાસે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન જ આવી ભયંકર ઘટના બની જતા પરિવારજનો એ મોતના દ્વાર સુધી પહોંચી ગયા.
એ વેળાએ પુરઝડપે આવી રહેલી ખાનગી લકઝરી બસના ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઈક સવાર પરિવાર ફંગોળાઈ ગયો હતો.દરમિયાન સાંમતસિંહ, તેમની પત્ની સુમિત્રાબેન અને પુત્રી અંજનાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.જ્યારે જયરામને માથામાં અને બરડાના ભાગે તેમજ વિકાસને જમણા પગે ઈજાઓ પહોંચી હતી.અકસ્માત થતાં જ આજુબાજુના રહીશો અને માર્ગ ઉપરથી પસાર થતાં વાહન ચાલકોએ અકસ્માત અંગે 108ને જાણ કરવામાં આવતાં એમ્બ્યુલન્સ અને ગોધરા તાલુકા પોલીસ ઇન્સપેક્ટર એમ.કે.ખાંટ ઘટના સ્થળે પહોંચી અને હાલમાં આ કેસ વિશે વધુ તપાસ ચાલી રહી છે.