Gujarat

વેક્સીન ડોઝ લીધા પછી જાણો આ કારણે કોરોના થઈ શકે છે, આ બાબતનું ધ્યાન રાખો.

હાલમાં દેશમાં કોરોનાની મહામારી માનવજીવન પર કાળ બનીને વર્તી રહીં છે, ત્યારે અનેક લોકો સાવચેતી અને સલામતી સાથે પોતાનું રક્ષણ કરી જ રહ્યા છે ત્યારે દેશનાં લોકોને સુરક્ષિત કરવા કોરોનાની રસીની પણ શોધ કરવામાં આવી છે અને અત્યાર સુધી 8 કરોડથી વધુ લોકોએ રસી લીધી છે. ત્યારે લોકોના મનમાં એ ભય છે કે રસી લીધા પછી કોરોના કેમ થાય છે તો ચાલો તેનું કારણ જાણીએ.

આપણે સૌ જાણીએ છે કે લોકોમાં કોરોનાનો ભય પહેલેથી જ ખૂબ જ ઓછો થઈ ગયો છે. લોકો સાવચેતીના પગલાઓનું સંપૂર્ણ પાલન કરી રહ્યા નથી. આ સ્થિતિ ત્યારે છે જ્યારે સરકાર લોકોને વારંવાર માસ્ક પહેરવા, હાથ સાફ કરવા અને સામાજિક અંતર જાળવવા સલાહ આપી રહી છે. આરોગ્ય મંત્રાલયે રીપોર્ટ કરેલા સેફટી પ્રોટોકોલની અવગણનાથી કેસ વધી રહ્યા છે.

આમ ડોકટરો એ કહ્યું છે કે રસી લેતી વખતે ડોકટરો વારંવાર લોકોને રસીના નિયમો જણાવી રહ્યા છે.
કોરોના રસી પછી પણ વ્યક્તિ સંક્રમિત થવાનું એક કારણ સમયસર ડોઝ ન મળવો પણ છે. લોકોને સમયસર તેમનો પ્રથમ ડોઝ મળી રહ્યો છે, પરંતુ લોકોને બીજા ડોઝ માટે રાહ જોવી પડશે. આ કિસ્સામાં જે વ્યક્તિને પ્રથમ ડોઝ મળ્યો છે અને બીજો ડોઝ લીધો નથી તે કોરોનાનાં લક્ષણો દર્શાવે છે.

નિષ્ણાતોના મતે રસીકરણનો અર્થ વાયરસનો અંત નથી. પરંતુ રસીકરણ તમારા શરીરને વાયરસના ખતરનાક પ્રભાવોથી સંપૂર્ણપણે સુરક્ષિત કરે છે. ચેપ કોઈપણ સમયે થઈ શકે છે, રસીકરણ ફક્ત તે ગંભીર કિસ્સાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. જે લોકોને રસી આપવામાં આવી છે. તેઓએ વાયરસને રોકવા માટે તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવાની જરૂર છે. નહિંતર થોડી બેદરકારી બીજા લોકોમાં પણ વાયરસ ફેલાવી શકે છે. સલામતીના નિયમોનું પાલન કરવું જોઈએ કારણ કે, વેક્સીન અમૃત નથી જે આપણને ચિરંજીવી બનાવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!